મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાનું અહિત કરનારાઓ પાસેથી પૈસાની રિકવરી નહીં સીધી એફઆઇઆર કરવી જોઈએ: કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબી પાલિકાનું અહિત કરનારાઓ પાસેથી પૈસાની રિકવરી નહીં સીધી એફઆઇઆર કરવી જોઈએ: કાંતિભાઈ અમૃતિયા

મોરબી નગરપાલિકામાં સ્વભંડોળ તળિયા જાટ્ક છે તે જગ જાહેર છે તેમ છતાં આગામી દિવસોમાં મોરબીમાં ૧૫૦ કરોડના વિકાસ કામો થવાના છે તેવી મોરબી માળીયાના ધારાસભ્યએ માહિતી આપતા જણાવ્યુ હતું અને વધુમાં કહ્યું હતું કે, તેઓએ જિલ્લા સંકલનની બેઠકમાં નંદીઘરના વહીવટ તેમજ પાલિકામાં અગાઉ કરવામાં આવેલ લાઇટની ખરીદી સહિતની માહિતી માંગીને તપાસ માંગી છે અને પાલિકાનું અહિત જેને કર્યું છે તેની સામે એફઆઇઆર થાય તેવી લાગણી ધારાસભ્યએ વ્યક્ત કરી હતી

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પત્રકારોને પાલિકાની પરિસ્થિતી વિષે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ ૩૦ વર્ષથી જાહેર જીવનમાં છે જો કે, ચાલુ વર્ષે દિવાળી પછી મોરબીમાં અંદાજે ૧૫૦ કરોડના વિકાસ કામોને હાથ ધરવામાં આવશે આ બધા જ કામ સરકારની ગ્રાન્ટમાંથી થવાના છે જો કે, પાલિકાના સ્વભંડોળ વિષે વાત કરતાં કહ્યું હતું કે પાલિકાની પરિસ્થિતી હાલમાં ઘણી ખરાબ છે અને પાલિકા ઉપર દેણું છે તે ધીમેધીમે ભરવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ પાલિકાના કાયમી અને રોજમદાર કર્મચારીઓના પગાર પણ સમયસર થાય તેની પૂરી તકેદારી હાલમાં અધિકારીઓએ રાખી રહ્યા છે

વધુમાં ધારાસભ્યએ કહ્યું હતું કે, પાલિકામાં કરવામાં આવેલા ખોટા ખર્ચાઓને ઘટાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે સાથોસાથ પાલિકાએ બનાવેલ નંદીઘર અને પાલિકાએ કરેલ લાઈટોની ખરીદીની તેઓએ જિલ્લા સંકલનની બેઠકમાં માહિતી માંગી છે અને તપાસ કરવામાં આવે તેવી પણ લાગણી વ્યક્ત કરેલ છે તેમણે એવું પણ કહ્યું હતું કે, સ્વભંડોળના રૂપિયા વિકાસ કામોમાં વાપરી શકાતા નથી જો કે, છેલ્લા વર્ષોમાં પાલિકામાં જે સ્વભંડોળ હતુ તે જુદાજુદા વિકાસકામોમાં વાપરી નાખવામાં આવેલ છે અને તિજોરી ખાલી કરી નાખી છે જેથી કરીને પાલિકાનું અહિત કરનારાઓની સાથે કોઈ બાંધછોડ કરવાની જ નથી અને પૈસાની રિકવરી નહીં તેની સામે સીધી એફઆઈઆર નોંધાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News