મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે જાહેરમાં ચલણી નોટ આધારે જુગરા રમતા આઠ જુગારી ૫૧,૭૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબીના શનાળા રોડે જાહેરમાં ચલણી નોટ આધારે જુગરા રમતા આઠ જુગારી ૫૧,૭૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશન પાસે પટેલ પાન નજીક ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૫૧,૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ પટેલ પાન નજીક જાહેરમાં ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કિશનભાઇ ભીખાભાઈ મેવાડા જાતે રાવળદેવ (૨૩) રહે. નવાડેલા રોડ રાવલ શેરી મોરબી, પ્રકાશભાઈ રામભાઈ ભૂત જાતે પટેલ (૨૦) રહે. અવની ચોકડી સંકલ્પ એપાર્ટમેન્ટ મોરબી, મોહસીન ઉર્ફે માસ્ક સલીમભાઈ મોવર જાતે મિયાણા (૩૦) રહે. મચ્છીપીઠ ઈદગાહ રોડ મોરબી, સમીરભાઈ રફિકભાઈ પાલેજા જાતે સંધિ (૨૪) રહે. કાલિકા પ્લોટ બાવા અહેમદશા મસ્જિદ વાળી શેરી મોરબી, હુસેનભાઇ રજાકભાઈ રાઉમા જાતે સંધિ (૨૫) રહે. પંચાસર રોડ ભારતપરા મોરબી, કાળુસિંહ પ્રભુસિંહ રાવત જાતે રજપુત (૨૧) રહે. હાલ માર્કેટયાર્ડ મોરબી મૂળ રાજસ્થાન, સલીમ ઉર્ફે ડેનિસ હાજીભાઈ સુમરા જાતે સંધિ (૩૫) રહે. પંચાસર રોડ ભારતપરા મોરબી અને દીપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (૨૮) રહે. વાઘપરા શેરી નં-૩ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૫૧,૭૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના જૂની પીપળી ગામે રામજી મંદિરની પાછળના ભાગમાં રહેતા હિરેનભાઈ ભરતભાઈ રાઠોડ જાતે વાણંદ (૩૮) એ ડમ્પર નંબર જીજે ૩૬ વી ૪૦૦૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું હતું કે, પીપળી જેતપર હાઇવે રોડ ઉપર આવેલ સિટી આર્ટ મોલ સામેથી તે પોતાનું બાઈક નંબર જીજે ૧૦ બીઇ ૯૫૦૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેનો દીકરો અને દીકરી પણ તેની સાથે બાઈક બેઠેલ હતા દરમ્યાન ડમ્પરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને બાઈકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જો કે, અકસ્માતના બનાવમાં હિરેનભાઈ રાઠોડને ડાબા પગ, ડાબા હાથની આંગળીઓ અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેના દીકરા દીકરીને પણ ઇજાઓ થઈ હોવાથી તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હિરેનભાઈ રાઠોડએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News