મોરબીમાં ડ્રેનેજ સમિતિના ચેરમેને સફાઈ કર્મી બહેનોના હસ્તે રાખડી બંધાવીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી સબજેલ ખાતે જેલ પ્રસશનના સહયોગથી સગી બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીમાંથી 1092 બોટલ દારૂ ભરેલ સુપરકેરી વાહન ઝડપાયું. 11.21 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ મોરબીમાં હઝરત બાવા અહેમદશાહ ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 106 લોકોએ કર્યું રક્તદાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સરહદના સંત્રીઓ સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી ટંકારાની યોગ ટીમ દ્વારા નિવૃત આર્મીમેન-પોલીસ વિગેરેને રાખડી બાંધીને ઉજવાઇ રક્ષાબંધન ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમિયા માનવ મંદિર ખાતે વડીલોને રાખડી બાંધીને પોલીસે રક્ષાબંધનની કરી ઉજવણી મોરબી, હળવદ અને ટંકારાના જોધપર (ઝાલા) ગામે જુગારની કુલ 4 રેડ: 12 શખ્સ પકડાયા-2 ફરાર
Breaking news
Morbi Today

મોરબીના મકનસર અને ટીંબડીના પાટીયા પાસેથી બિનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતાં બે વાહનો પકડાયા


SHARE





મોરબીના મકનસર અને ટીંબડીના પાટીયા પાસેથી બિનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતાં બે વાહનો પકડાયા

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા બે જુદાજુદા વિસ્તારોમાંથી બિનઅધિકૃતપણે ખનીજ પરિવહન કરતા બે વાહનોને પકડીને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે ખાણ ખનીજ વિભાગના આર.કે કણસાગરા તથા સ્ટાફે મોરબીના મકનસર ગામ પાસે વોચ રાખી હતી અને દરમિયાનમાં ત્યાંથી નીકળેલા વાહન નંબર જીજે ૩૬ વી ૪૮૬૪ ને અટકાવીને તેના ચાલક અજીતસિંહ ખતુભા જાડેજા રહે.મકનસર વાળા પાસે વાહનમાં ભરેલ ખનીજ અંગે પરવાનો તથા પાસ પરમિટ માંગવામાં આવ્યા હતા જોકે તેઓ પાસે ખનીજ પરિવહન અંગેનો કોઈ આધાર પુરાવો ન હોય દંડ વસુલવાની કાર્યવાહી અર્થે વાહનને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.તે રીતે જ ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોડના જે.એન.કરમુર તેમજ સ્ટાફ દ્વારા મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડીના પાટીયા પાસે વોચ રાખવામાં આવી હતી જે દરમિયાનમાં ત્યાંથી નીકળેલ વાહન નંબર જીજે ૧૦ ટીવાય ૫૦૦૪ ને અટકાવીને તેના ચાલક હમીદ શબ્બીર કક્કલ રહે.સચાણા જી.જામનગર વાળા પાસે તેમાં ભરેલ ખનીજ અંગે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા જો કે તેની પાસે પણ પોતાના વાહનમાં ભરેલા ખનીજ બાબતે કોઈ આધાર પુરાવા ન હોય દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે વાહનને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યું હતું.

વાહન અકસ્માતના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા વાંકાનેર હાઇવે ઉપરના જાંબુડીયા ઓવર બ્રિજ પાસે થોડા સમય પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટુ-વ્હીલર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા વાહન અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.બાદમાં તે અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવ સોનગરા દ્વારા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક પ્રતાપ મેઘાભાઈ મકવાણા (૨૮) રહે.ભુટકિયા ભીમાસર તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વધુ એક અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને તે ગુનામાં બાદમાં નોંધાયેલ ફરીયાદમાં તાલુકા પીએસઆઅ બી.એમ.બગડાએ વાહન ચાલક ફિરોઝ મુસાભાઇ કમોરા જાતે મિંયાણા (૩૦) રહે.પીપળીયા ચોકડી પાસે નીરૂબેનનગર તાલુકો માળીયા જીલ્લો મોરબી વાળાની ફેટલના ગુનામાં ધરપકડ કરી હતી.

મારામારીમા ઈજા

મોરબીના ઘાંચી શેરી વિસ્તારમાં રહેતા રૂકશાનાબેન ઈબ્રાહીમભાઇ અબાસણીયા નામની ૨૦ વર્ષની મહિલાને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના શનાળા કંડલા બાયપાસ ઉપર આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતો વિજય મંગાભાઈ શિયાળ નામનો યુવાન અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરૂયા તપાસ માટે પહોંચ્યા હતા.જોકે તેઓ પહોંચ્યા તે પહેલા જ ઉપરોક્ત બંને સારવાર લઈને હોસ્પિટલમાંથી રજા લઈને ચાલ્યા ગયા હતા.!




Latest News