મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરાએ કરેલ ફરિયાદનો ખાર રાખીને વૃદ્ધ ઉપર ત્રણ શખ્સનો જીવલેણ હુમલો


SHARE













મોરબીમાં દીકરાએ કરેલ ફરિયાદનો ખાર રાખીને વૃદ્ધ ઉપર ત્રણ શખ્સનો જીવલેણ હુમલો

મોરબીમાં દીકરાએ કરેલ પોલીસ ફરીયાદનો ખાર રાખીને તેના વૃદ્ધ પિતાના બાઈકની સાથે કાર અથડાવીને લીલાપર ચોકડી પાસે હુમલો કરવામાં આવ્યો હતો અને માર મરવામાં આવ્યો હતો.જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં હત્યાનો પ્રયાસ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડે આવેલ ત્રિદેવનગરમાં રહેતા અરજણભાઇ પાલાભાઇ રાઠોડ જાતે અનુ.જાતી (ઉમર ૬૬) એ હાલમાં રવીભાઇ વાલાભાઇ ખાંભલા રહે.લીલાપર તથા બે અજાણ્યા શખ્સો સહિત કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મારા દિકરા અમૃતભાઇ રાઠોડે સામાવાળા રવિભાઇ ખાંભલા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી જેનો ખાર રાખીને રવિભાઇ ખાંભલા તથા બે અજાણ્યા શખ્સો નંબર વગરની સ્વીફટ કાર લઇને આવ્યા હતા અને ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના બાઇક નંબર જીજે ૩૬ એચ ૧૮૦૮ સાથે લીલાપર રોડ વિલસન પેપરમીલ સામે રવિ ટેલર પાસે સામેથી સ્વીફટ કાર અથડાવી હતી જેથી કરીને ફરીયાદી અરજણભાઇ બાઇક સહિત રસ્તા ઉપર પડી જતાં આરોપીઓએ કારમાંથી લાકડાના ધોકા સાથે નીચે ઉતરીને તેઓને શરીરે આડેધડ લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરીને ફરીયાદીના શર્ટના ખિસ્સામાંથી રૂા.૫૦૦ ની લૂંટ કરી હતી.જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૯૨, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ- ૩(૧) (આર) (એસ), ૩(૨)(૫) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે સવારે અમૃતભાઇ અરજણભાઇ રાઠોડ જાતે અનુ.જાતી (ઉમક ૩૬) રહે.લીલપર ચોકડી પાસે તેની રિક્ષા ઊભી રાખીને ચા પીવા માટે ગયો હતો ત્યારે રવિભાઈ ખાંભલાએ ત્યાં પોતાની કાર મૂકવા માટે રિક્ષા સાઇડમાં લઈ લેવાનું કહ્યું હતું ત્યારે અમૃતભાઇએ ચા પીને રિક્ષા લઈ લવ છુ તેમ કહ્યું હતું જેથી કરીને રવિભાઇ ખાંભલાએ તેની સાથે તે બાબતે બોલાચાલી કરી હતી જેની અમૃતભાઇએ સવારે ફરિયાદ નોંધાવી હતી.તે બાબતનો ખાર રાખીને તેના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના રાજપર (શનાળા) ગામે હિમેશ લવજીભાઈની વાડીએ રહેતા અને મજુરી કામ કરતા પરિવારની અંજીતાબેન ભાવસિંગભાઈ સવજીભાઈ ભાભોર નામની ૧૬ વર્ષની યુવતી કોઈ અગમ્ય કારણોસર દવા પી ગઈ હતી તેથી તેને તેના પિતા દ્વારા અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને હાલ બેભાન હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવી હોય હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી આ બાબતે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે આવેલ મહર્ષિ ટેક્સટાઇલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દેવેન્દ્ર કપ્તાનસિંહ કુશ્વાહ નામના ૨૪ વર્ષના યુવાનને માર મારવામાં આવ્યો હોય તેને ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.






Latest News