મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે સીરામીક યુનિટમાં ગરમ કોલસામાં પડતી દીકરીઓને બચાવવા જતા દાજી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા


SHARE









મોરબીના જાંબુડીયા ગામ પાસે સીરામીક યુનિટમાં ગરમ કોલસામાં પડતી દીકરીઓને બચાવવા જતા દાજી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસે સિરામિક યુનિટની અંદર માતા-પુત્રીઓ દાજી જવાનો બનાવ બન્યો હતો જેમાં ગરમ કોલસામાં પડી રહેલ દીકરીને બચાવવા જતા સમયે માતા દાજી જતા તેણીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.રાજકોટ હોસ્પિટલ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સિરામીક યુનીટમાં ભુલથી ગરમ કોલસામાં જઇ રહેલ દીકરીઓને બચાવવા જતા સમયે કંચનબેન જીતેશભાઈ કુંઢીયા (ઉમર ૩૦) રહે.મકનસર તા.જી.મોરબી તેમજ તેમની દીકરીઓ રોશની જીતેશભાઈ (૧૦) અને નેન્સી જીતેશભાઈ (૭) ત્રણેય દાજી જતા સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

વૃદ્ધા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશિપ વિસ્તારમાં રહેતા રમાબેન ઓધવજીભાઈ ઝાલરીયા નામના ૬૫ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રમાબેન ઝાલરીયા ઘરેથી બાઈકના પાછળના ભાગે બેસીને સીટી વિસ્તારમાંથી જતા હતા ત્યારે ત્યાં રસ્તામાં આવેલ જુના બસ સ્ટેશન નજીક તેઓનું બાઈક અકસ્માતે રોડ ઉપર સ્લીપ થઈ ગયું હતું.જેથી તેઓ નીચે પડી જતા ઇજાઓ થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા. તેમજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સુરેન્દ્રનગરના રહેવાસી પુષ્પાબેન મનુભાઈ ચાવડા નામની ૪૨ વર્ષીય મહિલાને ઇજાઓ થતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રહેતા પૂજાબેન વાલજીભાઈ ચાવડા નામની ૩૨ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા છે તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.વધુમાં એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂજાબેનને પતિ સાથે કોઇ બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતના મનદુ:ખમાં તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હોવાનું હાલ પ્રાથમિકપણે જાણવા મળેલ છે આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




Latest News