મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા સાથે ૨.૨૦ લાખના મુદામાલની છેતરીપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં મહિલા સાથે ૨.૨૦ લાખના મુદામાલની છેતરીપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા મહિલા પાસેથી ખોટું નામ ધારણ કરીને બાંધકામ માટે લોખંડના ફરમાં, લાકડાના ટેકા, માલ બનાવવા માટેનું મિક્સચર મશીન વિગેરે માલ ભાડે લેવામાં આવ્યો હતો જો કે, માલ લઈ ગયા પછી માલ પરત આપ્યો નથી તેમજ ભાડા પેટેના ૨૫,૦૦૦ પણ આપેલ નથી. આમ મહિલાની સાથે કુલ મળીને ૨,૨૦,૫૦૦ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મોરબી નજીકના ઘૂટું ગામે આંબેડકરનગરમાં રહેતા અરુણાબેન નારણભાઈ ચૌહાણ જાતે અનુ. જાતિ (૩૫)એ મોરબીના મકરાણીવાસ જેલ ચોક પાસે રહેતા ઇદ્રીશભાઈ નામના શખ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપીએ પોતાનું ખોટું નામ રમેશભાઈ પટેલ ધારણ કર્યું હતું અને ફરિયાદીના રહેણાંક મકાન તથા ઘુટુ રામકો વિલેજ સોસાયટી ખાતેથી બાંધકામ કરવા માટે લોખંડના ૨૨૧ ફરમા, લાકડાની ૨૯ વાલ પ્લેટ, લાકડાના ૭૧ ટેકા, સિમેન્ટ કોંક્રેટનો માલ બનાવવાનું મિક્સચર મશીન જે તમામ મુદ્દામાલ મળીને ૧,૯૫,૫૦૦ નો માલ મહિનાના ૩૦ હજાર ભાડા લેખે લઈ ગયા બાદ તે માલ પરત આપેલ નથી અને ભાડા પેટેના ૨૫,૦૦૦ પણ આપેલ નથી જેથી કરીને ભોગ બનેલ મહિલા સાથે કુલ મળીને ૨,૨૦,૫૦૦ ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આરોપી ઇદ્રીશભાઈ મહેબૂબભાઈ મકરાણી (૩૮) રહે. મકરાણીવાસ જેલ ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમાં
મોરબીના નવા સાદુળકા ગામે રોટરીનગર વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ ગોવિંદભાઈ પરમાર નામના ૪૬ વર્ષીય યુવાને માળિયા હાઇવે ઉપર કોઈ અકળ કારણોસર ફીનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.બાદમાં હોસ્પિટલ ખાતેથી આ બાબતે તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયાએ તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે પત્ની સાથે થયેલ ઝઘડાનું માઠુ લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના લખધીરવાસ વિસ્તારના ભવાની ચોક પાસે રહેતા ભાવિકાબેન ગિરીશભાઈ ગોસ્વામી નામની ૪૧ વર્ષીય મહિલાને ટુ-વ્હીલરમાં જતા સમયે ગાળાની ચોકડી પાસે આવેલ ભરતનગર માળિયા હાઇવે ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી તેમનું વાહન સ્લીપ થઈ જતા ડાબા હાથના ભાગે ઇજા થવાથી તેમને સારવાર માટે અત્રેની હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને બનાવની તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગરએ તપાસ કરી હતી.






Latest News