મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સી.આર. પાટિલની હાજરીમાં યોજાનરા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ


SHARE













મોરબીમાં સી.આર. પાટિલની હાજરીમાં યોજાનરા કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે કમલમનું નિર્માણ કરવામાં આવનારા છે જેનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તા ૧૯ ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે તે કાર્યક્રમની માહિતી આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જિલ્લાના પ્રમુખે જણાવ્યુ હતું કે, ૭૦૦૦ થી વધુ કાર્યકરો આ કાર્યક્રમમાં આવવાના છે અને અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમ કાર્યલય સાત મહિનામાં બની જશે

રાજ્યના દરેક જીલ્લામાં કમલમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં ભાજપનું કાર્યાલય બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તા ૧૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઇ ચાવડા, કેશરીદેવસિંહ ઝાલા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવાડિયા અને મોરબી જિલ્લા ભાજપના પ્રભારી હિતેશભાઇ ચોધારી સહિતના આગેવાનો હાજર રહેવાના છે તે કાર્યક્રમની માહિતી આવા માટે મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જિલ્લાના પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લા ભાજપમાં કમલમનું નિર્માણ ૧૮૦૦૦ ફૂટ જગ્યામાં બનશે અતિયાધુનિક સુવિધા સાથેનું કમલમનું ભવ્ય બિલ્ડીંગ જેમાં કોન્ફરન્સ હૉલ સહિતની તમામ સુવિધાઓ રાખવામા આવશે આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી ૭૦૦૦ કરતાં પણ વધુ કાર્યકરો આવશે તેવું પ્રમુખ સહિતના હોદેદારોએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ છે 






Latest News