મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસે ટ્રકના ચોરખાનામાંથી ૭૨૧ બોટલ દારૂ ઝડપાયો: એક શખ્સની ધરપકડ, ૧૨.૯૮ લાખનો માલ કબજે


SHARE













માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસે ટ્રકના ચોરખાનામાંથી ૭૨૧ બોટલ દારૂ ઝડપાયો: એક શખ્સની ધરપકડ, ૧૨.૯૮ લાખનો માલ કબજે

અમદાવાદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા ટ્રકને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાં ડ્રાઇવરની કેબીનની પાછળના ભાગમાં ચોરખાનું બનાવીને તેમાં દારૂનો જથ્થો રાખીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયેલ છે અને પોલીસે હાલમાં ૭૨૧ બોટલ દારૂ તથા મોબાઈલ અને ટ્રક આમ કુલ મળીને ૧૨.૯૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી ટ્રકના માલિક માલ તથા મોકલાવનાર અને મંગાવનાર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી મુજબ અમદાવાદ માળિયા હાઇવે ઉપર આવેલ અણીયારી ટોલનાકા પાસે મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક નંબર જીજે ૧૨ બીઝેડ ૭૮૩૧ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે ટ્રકમાં ડ્રાઇવરની કેબીનની પાછળના ભાગમાં ચોરખાનું બનાવીને તેમાં દારૂની બોટલો રાખીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો અને ચોરખાનામાંથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ મળીને ૭૨૧ બોટલ કબજે કરી હતી જેની કિંમત ૨૯૩૫૬૦ રૂપિયા તથા ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ અને ૧૦ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક આમ કુલ મળીને ૧૨,૯૮,૫૬૦ ની કિંમતના મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાઇવર હનુમાન ક્રિષ્નારામ ઢાકા (બિશ્નોઇ) (૩૦) રહે. બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ટ્રકના માલિક તથા માલ મોકલાવનાર જીતેન્દ્રસિંહ રાઠોડ રહે. જોધપુર રાજસ્થાન અને દારૂનો જથ્થો મગાવનાર તેમજ તપાસમાં જેના નામ સામે આવે તે તમામ સામે ગુનો નોંધી તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે અને હાલમાં આ બનાવની આગળ વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ. ગઢવીને સોંપવામાં આવી છે

એક બોટલ દારૂ

ટંકારાની લતીપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે જાનીભાઈ તારમહમદભાઈ ચૌહાણ જાતે સરાણીયા (૩૨) રહે. આયસાબાપીરની દરગાહ પાસે ૧૦૦ વારિયા પ્લોટ ટંકારા વાળાની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News