મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડામાં ઘરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા


SHARE













વાંકાનેરના રાતાવીરડામાં ઘરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડ ૧૬,૦૫૦ ના મુદ્દામાલ સાથે તેણીઉ ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં પીએસઆઈ બી.પી. સોનારાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે મયુરધ્વજસિંહ જાડેજા તથા અજયસિંહ ઝાલાને સંયુક્ત રાહે મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના રાતાવરીડા ગામે હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયાના રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા હનાભાઇ દેવરાજભાઇ ઉકેડીયા જાતે કોળી, ચંદુભાઇ સોમાભાઇ ઉકેડીયા જાતે કોળી, મહેશભાઇ જીણાભાઇ મેરજીયા જાતે કોળી, બળદેવભાઇ હેમુભાઇ ઉકેડીયા જાતે કોળી અને દેવાભાઇ રામસંગભાઇ રીબડીયા જાતે કોળી રહે. બધા જ રાતાવીરડા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા ૧૬,૦૫૦ ના મુદામાલ સાથે પાંચ ઇસમોને પકડીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News