મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૧ જુગારી પકડાતા, ચારની શોધખોળ


SHARE













વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૧ જુગારી પકડાતા, ચારની શોધખોળ

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા યુવાનના ઘરની અંદર, પાડધરા ગામે જાહેરમાં અને શહેરમાં ફડેશ્વર મહાદેવ મંદિર પાછળ જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૧ જુગારી પકડાયેલ છે જો કે, પાડધરા ગામે રેડ કરી ત્યારે નાસી ગયેલા ચાર જુગારીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા હનાભાઈ ઉકેડીયાના ઘરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી હનાભાઈ દેવરાજભાઈ ઉકેડીયા જાતે કોળી (૪૦), ચંદુભાઈ સોમાભાઈ ઉકેડીયા જાતે કોળી (૩૦), મહેશભાઈ ઝીણાભાઈ મેરજીયા જાતે કોળી (૩૮), બળદેવભાઈ હેમુભાઈ ઉકેડીયા જાતે કોળી (૩૦) અને દેવાભાઈ રામસંગભાઇ રીબડીયા જાતે કોળી (૪૨) રહે. બધા રાતાવિરડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૬૦૫૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર તાલુકાના પાડધરા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કેશાભાઈ શામજીભાઈ બાવળીયા જાતે કોળી, અનિસ ઉર્ફે અનિલભાઈ ડેડાણી જાતે કોળી, ચંદુ ઉર્ફે વિનોદભાઇ કરણાભાઈ ચાવડા જાતે રબારી અને ભરતભાઇ ગોવિંદભાઇ મીઠાપરા જાતે કોળી ઝડપાઇ ગયા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫૧,૨૦૦ ની રોકડ સહિત ૫૩,૨૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને જુગારની રેડ કરી હતી ત્યારે પોલીસને જોઈને નાસી ગયેલ સુરેશભાઇ કેશુભાઈ સાબરિયા, પરેશ ઉર્ફે પિન્ટુ દામાભાઇ રામાનુજ, વિપુલ ઉર્ફે લીંબો લખમણભાઈ ડાભી અને પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા રહે બધા પાડધરા વાળાને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

વાંકાનેરના ફડેશ્વર મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા જાતે કોળી (૩૧) રહે. મહાવીરનગર સામે વરિયા વિસ્તાર વાંકાનેર અને મનીષભાઈ વિનુભાઈ સોલંકી જાતે કોળી (૧૯) રહે. બસ સ્ટેશન પાસે ભરવાડ શેરી નં-૮ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી બે હજારની રોકડ કબજે કરી જુગાર દ્વારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News