મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહનના ગોલ્ડન-સિલ્વર નંબર માટે ઈ-ઓક્સન કરાશે


SHARE













મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહનના ગોલ્ડન-સિલ્વર નંબર માટે ઈ-ઓક્સન કરાશે

મોરબી જિલ્લામાં ફોર વ્હીલર માટે GJ 36 AL સીરીઝની ટેન્‍ડર પ્રક્રિયા તા:-૦૮/૧૧/૨૦૨૩ થી શરુ થનાર છે. તા:-૦૮/૧૧/૨૦૨૩ થી તા:-૧૯/૧૧/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા:-૧૯/૧૧/૨૦૨૩થી તા:-૨૧/૧૧/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે.  તા:-૨૧/૧૧/૨૦૨૩ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

ફોર વ્હીલર પ્રકારના વાહનો માટે તા:-૦૮/૧૧/૨૦૨૩ ના રોજ GJ 36 AL ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ. ૪૦,૦૦૦/- અને સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ.૧૫,૦૦૦/- સરકારશ્રીએ નક્કી કરેલ છે. ગોલ્ડન અને સિલ્વર નંબર સિવાયના અન્ય પસંદગીના નંબરોની ફી રૂ. ૮,૦૦૦ /- છે. ગોલ્ડન/સીલ્વર નંબરોની ફાળવણી ઓક્શનથી જ કરવામાં આવશે. GJ 36 AL સીરીઝમાં પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે.

વાહન માલિકોએ  સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝરઆઈડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે. ત્યારબાદ વેબ સાઈટ પર લોગીન કરીને વાહન ખરીદી ના ૭ (સાત) દિવસ ની અંદર ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે. ઈ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-૨ માં ઈ-પેમેંટ દ્વારા ભરણૂ કરવાનું રહેશે.  જો સફળ અરજદાર નિયત સમય મર્યાદામાં બીડની રકમનુ ઈ-પેમેંટ કરી ફોર્મ એઆરટીઓ કચેરી મોરબી ખાતે જમા કરવામાં નિષ્ફળ જશે તો ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ પેમેંટ વગરની અરજીઓને રદ બાતલ ગણવામાં આવશે. તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News