મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના નાગલપર ગામે જુગાર રમતા બે શખ્સની ૧૨,૨૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE













મોરબીના નાગલપર ગામે જુગાર રમતા બે શખ્સની ૧૨,૨૦૦ ની રોકડ સાથે ધરપકડ

 મોરબી તાલુકાના નાગલપર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨,૨૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના નાગલપર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી હસમુખભાઈ દેવજીભાઈ મકવાણા જાતે કોળી (૩૯) અને ધીરુભાઈ વાલાભાઈ જખાણીયા જાતે દેવીપુજક (૪૦) રહે. બંને નાગલપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી પોલીસે ૧૨,૨૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પતિએ માર માર્યો

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં કંચનબેન ખીમજીભાઇ ચૌહાણ (૩૦) નામના મહિલાને ઘરે તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને મહિલાને માથામાં ઇજા થવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મહિલાને માથામાં વધુ ઇજા થયેલ હોવાથી ટાંકા આવ્યા હતા આ મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ શ્રીજી ગોલ્ડ કંપની પાસે અજંતા પ્લોટ ખાતે રહેતા જયપ્રકાશ રામદુલારભાઈ (૫૦) નામના આધેડ રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં લાલપર ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલક સાથે અથડાતા તેને માથામાં ઇજા હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News