મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં બે સ્થળે ક્રિકેટ સટ્ટાની રેડ: બે શખ્સ પકડાયા, ત્રણની શોધખોળ


SHARE













મોરબીમાં બે સ્થળે ક્રિકેટ સટ્ટાની રેડ: બે શખ્સ પકડાયા, ત્રણની શોધખોળ

મોરબીના રવાપર ગામે અને રવાપર રોડ ઉપર જુદી જુદી બે જગ્યાએ ક્રિકેટ સટ્ટાની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં વર્લ્ડકપની સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલ મેચ ઓનલાઈન મોબાઈલ ફોનમાં જોઈને તેના આધારે ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો મળી આવ્યા હતા જોકે ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે તેને પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ થીમ હાઈટ્સની બહારના ભાગમાં પાર્કિંગમાં ઓનલાઇન એપ્લિકેશનમાં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલતી વર્લ્ડ કપની વન-ડે ક્રિકેટ મેચ જોઈને તેના આધારે રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી ક્રિકેટ સટ્ટો રમી રહેલ એક શખ્સ પાસેથી પોલીસે ૧૦ હજાર રૂપિયા રોકડા અને ૧૦ હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૨૦ હજાર રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે વિનયભાઈ મગનલાલ મહેતા જાતે જૈન વાણીયા (૫૫) રહે. રવાપર ઘુનડા રોડ ફ્લોરા ૧૫૮ ની સામે આવેલ રંગ ધરતી પાર્ક થીમ હાઈટ્સ ફ્લેટ નં-૪૦૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેને જુગાર રમવા માટે બંટીભાઈ રહે. રાજકોટવાળા પાસેથી આઈડી મેળવી હોવાનું સામે આવતા પોલીસે તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

આવી જ રીતે ક્રિકેટ સટ્ટાની બીજી રેડ મોરબીના રવાપર રોડ પર આવેલ કાલિકા પ્લોટમાં પાનની દુકાન પાસે કરવામાં આવી હતી ત્યાં ક્રિકેટ વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી મેચનું એન્ડ્રોઈડ મોબાઈલની એપ્લિકેશનમાં લાઈવ પ્રસારણ જોઈને રનફેરનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોબાઈલ ફોન ઉપર જુગાર રમી રહેલા હસન ઉર્ફે હનીફ કાળુભાઇ કુરેશી જાતે સિપાઈ (૩૬) રહે કાલિકા પ્લોટ હુસેની ચોક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૧૭૦૦ રૂપિયાની કિંમતની રોકડ તથા ૫૫૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૭૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની પાસેથી યાસીન ઉર્ફે બુચો ચાનિયા રહે. શિવ સોસાયટી કાલિકા પ્લોટ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ચાર રસ્તા પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા રઘુભાઈ શામજીભાઈ જોગડીયા જાતે કોળી (૩૩) અને ગોવિંદભાઈ ગૌતમભાઈ સનુરા જાતે કોળી (૩૪) રહે. બંને રફાળેશ્વર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૮૫૦ ની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News