મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓ.આર પટેલની પુણ્યતિથિએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં સહકાર આપનારા પત્રકારો-સંસ્થાઓનું કર્યું સન્માન


SHARE













મોરબીમાં ઓ.આર પટેલની પુણ્યતિથિએ યોજાયેલ રક્તદાન કેમ્પમાં સહકાર આપનારા પત્રકારો-સંસ્થાઓનું કર્યું સન્માન

મોરબી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ અનેક સંસ્થાઓમાં છૂટા હાથે દાન આપનારા પાટીદાર ભામાશા સ્વ. ઓ.આર પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે મોરબીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી સહિત કુલ મળીને ૨૮ સ્થળે જે કેમ્પ યોજયા હતા તેમાં બે વર્લ્ડ રેકોર્ડ બન્યા છે જેથી કરીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા જીનીયસ ફાઉન્ડેશન દ્વારા કેમ્પના આયોજક મોરબી જિલ્લા પાટીદાર સમાજને જુદાજુદા બે રેકોર્ડ માટે સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવેલ છે ત્યારે રવિવારે મોરબીની પટેલ કન્યા છાત્રાલય ખાતે મોરબી જિલ્લા પાટીદાર સમાજના આગેવાન એ.કે. પટેલ, બેચારભાઈ હોથી, ત્રંબકભાઈ ફેફર તેમજ મોરબી સિરામિક એસ.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, હરેશભાઈ બોપલિયા, કિરીટભાઇ ઓગણજા તેમજ માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સહિતનાઓએની હાજરીમાં આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે સહકાર આપનાર વિવિધ મોરબીની સંસ્થાઓના આગેવાનો અને હોદેદારોનું તેમજ આ કેમ્પમાં વધુમાં વધુ લોકો રક્તદાન કરવા માટે આવે તે માટે વધુમાં વધુ સમાચારનો પ્રચાર પ્રસાર કરનારા પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જ્યારે પણ સમાજ ઉપયોગી કામ હોય તેમાં આવોને આવો સહકર સહુ કોઈ તરફથી મળતો રહેશે તેવી લાગણી મોરબી જિલ્લા પાટીદાર સમાજના આગેવાનએ વ્યક્ત કરી હતી






Latest News