મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી માત્ર સિરામિક ક્ષેત્રે જ નહીં લવ જેહાદમાં પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન: કાજલ હિન્દુસ્તાની


SHARE













મોરબી માત્ર સિરામિક ક્ષેત્રે જ નહીં લવ જેહાદમાં પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન: કાજલ હિન્દુસ્તાની

મોરબીમાં શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં આવેલ કાજલ હિન્દુસ્તાની એ લવ જેહાદના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને ખાસ કરીને મોરબી જે સિરામિક ક્ષેત્રે નંબર વન છે તે લવ જેહાદના મુદ્દે પણ સમગ્ર ગુજરાતમાં નંબર વન છે તેવું કહીને હિન્દુઓને જાગૃત થવા માટે ટકોર કરી હતી

હાલમાં લવ જેહાદનો મુદ્દો સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બને છે ત્યારે મોરબીના આંગણે શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં કાજલ હિન્દુસ્તાની આવ્યા હતા ત્યારે તેમણે લવ જેહાદ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાઈચાર તો બહાના હૈ કાફીર કી બેટી કો ફસાના હૈ અને જે લોકો નવરાત્રીના પંડાલોમાં ગરબે રમવા આવે છે તે રામનવમીહનુમાન જયંતિ સહિતના હિન્દુ તહેવારોમાં જ્યારે શોભાયાત્રા નીકળે છે ત્યારે ફૂલ વર્ષાવાના બદલે પથ્થરો કેમ વરસાવે છે ત્યારે ભાઈચારો ક્યાં જાય છે આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા અને ન માત્ર મોરબી પરંતુ સમગ્ર ભારતને લવ જેહાદ મુક્ત કરવું છે તેવો પણ લલકાર કર્યો હતો

વધુમાં કહ્યું હતું કે, મોરબી કે જેનું સમગ્ર ભારતની અંદર સિરામિક ટાઇલ્સમાં સૌથી વધુ ઉત્પાદન હોય નંબર વન છે તે મોરબી હવે લવ જેહાદની ઘટનાઓમાં પણ નંબર વન છે જેથી કરીને હિન્દુ સમાજને જાગૃત થવાની જરૂર છે તેવી અપીલ પણ કરી હતી આટલું જ નહીં પરંતુ ગત વર્ષે યોજાયેલ નવરાત્રીના જુદાજુદા ખાનગી પ્લોટના કાર્યક્રમોમાં માતાજીની ભક્તિ અને આરાધનાની વચ્ચે "અલ્લા બચાએ મુજે તેરે વાસ્તે" અને અલી મોલા સહિતના જે ગીત ગાવામાં આવ્યા હતા તેની પણ નોંધ લઈને કહ્યું હતું કે ગત વર્ષે જે થયું હતું તેવું આ વખતે હજુ સુધી કોઈ જગ્યાએ મોરબીમાં યોજાયેલ ખાનગી પાર્ટી પ્લોટની ગરબીમાં થયેલ નથી આ પરિવર્તનની નિશાની છે અને આવતી વખતે અત્યારે જે ઘટનાઓ બની છે તેવી ઘટનાઓ પણ નહીં બને તેવો આસાવાદ વ્યક્ત કર્યો હતો






Latest News