મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક રસ્તા ઉપર કારને આંતરીને આ રોડ ઉપર હાલવું નહીં કહીને યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE













મોરબી નજીક રસ્તા ઉપર કારને આંતરીને આ રોડ ઉપર હાલવું નહીં કહીને યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબી નજીકના તળાવિયા સનાળા ગામથી ઉંચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપર યુવાન તેના કાકાના દીકરા સાથે કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી રોંગ સાઈડમાં ડબલ સવારી બાઈક આવતું હતું જેથી યુવાને તેની ગાડી ઉભી રાખી દીધી હતી ત્યારે બાઈક ઉપર આવેલા બે પૈકીના પાછળ બેઠેલા શખ્સે નીચે ઉતરીને તેના હાથમાં રહેલ બોક્ષ ગાડીના બોનેટ ઉપર પછાડ્યું હતું અને ત્યારબાદ યુવાન પાસે આવીને ગાડીનો કાખોલવા માટે કહ્યું હતું ત્યારે યુવાને કાચ ખોલતા તેના ગળા પાસે છરી રાખીને “શું તને હવા છે તેમ કહીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી” અને આ રોડ ઉપરથી હાલવું નહીં તેવું કહીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવી શરૂ કરે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના કણબીપરા વિસ્તારમાં આવેલ મહાદેવનગરનો રહેવાસી અને હાલમાં મોરબીની ઉમા ટાઉનશિપમાં ક્રાંતિ જ્યોત બી બ્લોક નં-૩૦૪  માં રહેતા કલ્પેશભાઈ મનસુખભાઈ વાઘ્રોડિયા જાતે પટેલ (૩૫)એ હાલમાં હોન્ડા સાઇન બાઈક નંબર જીજે ૩૬ બી ૫૬૮૩ ઉપર આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તળાવીયા સનાળા ગામથી ઉંચી માંડલ તરફ જવાનો રસ્તા ઉપર સીતારા માઇક્રોન્સ નામની ફેક્ટરી આવેલ હોય ત્યાંથી તે તેના કાકાના દીકરા ધવલ પ્રવીણભાઈ વાઘ્રોલિયા સાથે આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ૩૬ આર ૧૪૨૬ માં સીતારા માઇક્રોન્સ ફેક્ટરીથી મોરબી આવવા માટે નીકળ્યા હતા અને બપોરના ત્રણેક વાગ્યાના ઉંચી માંડલ વચ્ચે તેઓની ગાડીની સામે રોંગ સાઈડમાં એક બાઈક આવી રહ્યું હોય ફરિયાદીએ પોતાની ગાડી રોડ સાઈડમાં ઉભી રાખી દીધી હતી ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલા શખ્સ નીચે ઉતર્યો હતો અને તેના હાથમાં રહેલ બોક્સ તેણે ગાડીના બોનેટ ઉપર પછાડ્યું હતું અને ત્યારબાદ ફરિયાદી યુવાનને તેની ગાડીનો કાચ ખોલવા માટે કહ્યું હતું અને ત્યારે કાચ ખોલતાની સાથે તે શખ્સે યુવાનના ગળા પાસે છરી રાખીને “શું તને હવા છે તેમ કહી ગાળો આપી હતી અને જાનથી પતાવી દઈશ તો આટલી વાર લાગશે તેવું કહ્યું હતું અને આ રોડ ઉપર હાલવું નહીં તેમ કહીને ધમકી આપી હતી” અને ત્યારે યુવાનને હાથની આંગળીમાં છરી વાગી જતાં તેને લોહી નીકળ્યું હતું અને ત્યારબાદ આ બંને શખ્સો બાઈક ઉપર ત્યાંથી ચાલ્યા ગયેલ હોય હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News