મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં રૂપિયા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના લખધીરવાસ ચોક પાસે યુવાનને આંતરીને “તું મને કેમ રૂપિયા આપવાની ના પાડે છે તેવું કહીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ છરી વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને જાનથી મારી નાખવાણી ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અગાઉ એક આરોપીને પકડાયો હતો અને હાલમાં બે આરોપીને પકડવામાં આવ્યા છે

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ રામજિયાણી શેરીમાં રહેતા વિરલભાઈ જગદીશભાઈ મીરાણી જાતે લોહાણા (૩૨)એ ઇરફાનભાઇ સતારભાઈ રહે. જોન્સનગર ફર્નિચર પાછળ મોરબી અને સિકંદર રહે. વીસીપરા મોરબી અને એક અજાણ્યા માણસની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબીના લખધીરવાસ ચોક પાસે તેને રોકીને આરોપી ઇરફાન સતારભાઈએ “તું કેમ મને રૂપિયા આપવાની ના પાડે છે” તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને તેની પાસે રહેલ છરી વડે તેને ડાબા પગના સાથળના ભાગે ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓ ગૌશાળાએ ગયા હતા અને ગૌશાળાએ રહેલા વ્યક્તિને મળીને કહ્યું હતું કે “તારો મિત્ર વિરલ ક્યાં છે” આજે તેને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી જેથી યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે અગાઉ આ ગુનામાં આરોપી સિકંદરની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં આરોપી ઇરફાનભાઇ સતારભાઈ કલર ચાનીયા જાતે સંધિ (૩૭) રહે. લાટી પ્લોટ શેરી-૮ જોન્સનગર ફર્નિચર પાછળ મોરબી અને દીપકસિંહ ખોડુભા વાઘેલા (૩૪) રહે. નાની બજાર વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામે રહેતા ભરતભાઈ રાણાભાઇ અઘારા નામના ૪૦ વર્ષનો યુવાન એકટીવા લઈને જતો હતો ત્યારે પાવળીયારી કેનાલ પાસે તેનું એકટીવા સ્લીપ થઈ જતા ઈજા પામતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા બીટ વિસ્તારના જમાદાર જે.બી.પરમાર દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News