મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળા માટે જરૂરી સાહીત્યનું પુન: વિતરણ કરાયુ


SHARE













મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળા માટે જરૂરી સાહીત્યનું પુન: વિતરણ કરાયુ 

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ૫૯૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં હજારો વિદ્યાર્થીઓ ધો. ૧ થી ૮ નું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે,ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી વયપત્રક રજીસ્ટર, પુસ્તક ઈસ્યુ રજીસ્ટર, સ્ટાફ મૂવમેન્ટ રજીસ્ટર, વિદ્યાર્થી હાજરી પત્રક, દૈનિક નોંધપોથી, વિદ્યાર્થી સમરી નોંધ રજીસ્ટર વગેરે અનેક પ્રકારના સાહિત્યની જરૂર પડતી હોય છે ત્યારે મોરબી જિલ્લાની નવ રચના થયા બાદ આ પ્રકારનું સાહિત્ય શાળામાં આપવામાં આવેલ ન હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાહિત્ય આપવા માટે રજુઆત કરવામાં આવેલ આ રજુઆતને ગ્રાહ્ય રાખી પ્રથમ વખત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સાહિત્ય છપાવવામાં આવ્યું છે અને પ્રવિણભાઈ સોનગ્રા ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિએ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાની મુલાકાત લઈ પોતાના વરદ હસ્તે બંને શાળાના પ્રિન્સીપાલને એસ.એમ.સી. અધ્યક્ષ કાળુભાઈ વી. પરમારની ઉપસ્થિતમાં અર્પણ કરેલ હતું.  આ તકે શાળાઓ માટે ખુબજ જરૂરી સાહિત્ય પૂરું પાડવા બદલ હંસાબેન પારેધી પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા અને ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, ડીડીઓ ડી.ડી.જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા અને તમામ વહીવટી અધિકારીઓનો શિક્ષકોએ આભાર પ્રકટ કરેલ છે.






Latest News