ટંકારાના મિતાણા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૮૪૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા: બે ની શોધખોળ
મચ્છુ-૧ ડેમે ખળખળ વહેતા મચ્છુના પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા: આજ સુધીમાં ૨૪ વખત ડેમ ઓવરફ્લો થયો
SHARE









મચ્છુ-૧ ડેમે ખળખળ વહેતા મચ્છુના પાણીનો નજારો જોવા લોકો ઉમટ્યા: આજ સુધીમાં ૨૪ વખત ડેમ ઓવરફ્લો થયો
મોરબી જીલ્લાના વાંકાનેર પંથકમાં આવેલ મહાકાય મચ્છુ-૧ ચાલુ વર્ષે ઓવરફલો થયો છે ત્યારે નવા નીરની આવક અને ઓવરફલોના આહલાદક નજારો જોવા માટે મોરબી વાંકાનેર પંથકના લોકો ડેમ સાઇટ ઉપર ઉમટી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ મહાકાય ડેમ ૨૪ મી વખત ઓવરફ્લો થયો છે તેવુ સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે
મોરબી જીલ્લામાં વરસાદની આગાહી મુજબ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી હતી અને જો વાત કરીએ મોરબી જિલ્લાના મહાકાય મચ્છુ-૧ ડેમની તો છેલ્લા દિવસોમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતાં ડેમમાં પાણીની આવક થઈ રહી હોવાથી ૪૯ ફૂટની ઊંડાઈ ધરાવતો આ ડેમાં બુધવારે સાંજે સાડા છ વાગ્યેથી ઓવરફ્લો થઇ ગયો હતો અને ડેમમાંથી પાણીનો ધોધ વહી રહ્યો છે તે નજારો જોવા માટે મોરબી, રાજકોટ અને વાંકાનેર પંથકમાંથી લોકો આવી રહ્યા છે
હાલમાં સિચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યુ છે કે, ૧૯૬૦થી અત્યાર સુધીમાં ૨૪ મી વખત આ મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો છે અને હજુ પણ આ ડેમમાં નવા નીરની આવક ચાલુ જ હોવાથી ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા વાંકાનેર અને મોરબી તાલુકાનાં કુલ મળીને ૨૪ ગામોને એલર્ટ પણ કરવાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના મચ્છુ-૧ ડેમમાથી વાંકાનેર અને રાજકોટના લોકોને પીવા માટે અને વાંકાનેર, ટંકારા તેમજ મોરબીના ૩૦ ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું બારે મહિના પાણી આપવામાં આવે છે
મહાકાય મચ્છુ ડેમ હાલમાં ઓવરફ્લો થયો હોવાથી મોરબી અને વાંકાનેર તાલુકાનાં મોટાભાગના વિસ્તાર માટે એક વર્ષ સુધીનું જળસંકટ ટળી ગયું છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આજની તારીખ મચ્છુ-૧ ડેમમાં ૨૪૩૫ એમસીએફટી જળ જથ્થો ભરાયેલ છે અને હાલમાં પણ આ ડેમ ૬ ઇંચથી ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ડેમ ઉપરથી ઝરણની જેમ વહેતું પાણી જોવા માટે લોકો દૂરદૂરથી મચ્છુ-૧ ડેમની સાઇટ ઉપર આવી રહ્યા છે અને કુદરતી સૌંદર્યની વચ્ચે ખળખળ વહેતા મચ્છુના પાણી જોઈને ખેડૂતો સહિતના લોકોના હૈયા હરખાઈ રહ્યા છે
