મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાંથી ૯ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE













મોરબીના કાલિકા પ્લોટમાંથી ૯ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ સ્કૂટરને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નવ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું સ્કૂટર આમ કુલ મળીને ૨૨,૭૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર ૧૧ માં આઝાદ ચોક પાસેથી પસાર થઈ રહેલ સ્કૂટર નંબર જીજે ૩૬ એએચ ૧૬૫૮ ને રોકીને પોલીસે તેમ સ્કૂટર ઉપર જઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નવ બોટલ મળી આવતા પોલીસે ૩૦૦ ની એક બોટલ લેખ ૨૭૦૦ રૂપિયાની કિંમતથી દારૂની બોટલો તથા ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૨૨,૭૦૦ ની કિંમત પણ મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સાહિલ ઉર્ફે સવો રહેમાનભાઈ ચાનીયા જાતે સંધિ મુસ્લિમ (૪૦) રહે. કાલિક પ્લોટ નંબર-૧૧ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સની પાસેથી મળેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબીના સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગર શેરી નંબર ત્રણમાં રહેતા રમેશ ઉર્ફે નનો કડેવારના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૩૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રમેશ ઉર્ફે નન્નો નથુભાઈ કડેવાર જાતે દેવીપુજક (૫૫) રહે. સનાળા બાયપાસ લાયન્સ નગર શેરી નંબર ત્રણ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News