મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ ઘટનાના આરોપીને સજા-દિવંગતોને મોક્ષ મળે તેવી સહુએ કથાના છેલ્લા દિવસે ભગવાનને કરી પ્રાર્થના


SHARE













મોરબી ઝૂલતા પુલ ઘટનાના આરોપીને સજા-દિવંગતોને મોક્ષ મળે તેવી સહુએ કથાના છેલ્લા દિવસે ભગવાનને કરી પ્રાર્થના

મોરબીમાં એ વર્ષ પહેલા ઝૂલતો પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે કથાની આજે પૂર્ણાહુતિ સમયે દિવંગત આત્માઓના મોક્ષર્થે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિવારજન ગુમાવનારા લોકો પણ હાજર રહ્યા હતા અને ત્યારે પણ તેઓએ આરોપીને આકરી સજા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથાનું આયોજન મોરબીના સમાજ સેવક જગદીશભાઈ બાંભણીયારાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથા યોજવામાં આવી હતી તા ૨૪ થી શરૂ કરવામાં આવેલ આ કથાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે કથા મંડપમાં દિવંગત આત્માઓના પરિવારજનો સહિતના લોકોની હાજરીમાં શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવી માતાજી તેમજ કથાકાર રત્નેશ્વરીદેવી સહિતના લોકો જોડાયા હતા અને દિવંગત આત્માઓના મોક્ષર્થે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી 

મોરબીની આનબાન અને શાન સમાન કહી શકાય તેવો ઐતિહાસિક ઝુલતો પુલ કે જેની માલિકી મોરબી નગરપાલિકાની હતી અને તેનું સંચાલન ઓરેવા ગ્રુપને સ્ટેમ્પ ઉપર લખાણ કરીને આપી દીધું હતું અને ત્યારબાદ પુલના રીપેરીંગ કામ માટે આ પુલને છ મહિના સુધી ઓરેવા ગ્રુપે બંધ કર્યો હતો ત્યાર પછી ગત વર્ષે નવા વર્ષના પહેલા દિવસથી ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ અને તેના પરિવાજનોની હાજરીમાં આ પુલને લોકોને હરવા ફરવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે પુલ ધડાકાભર તૂટી પડ્યો હતો. જેથી કુલ મળીને ૧૩૫ લોકોના મોત થયેલ છે જેમાં ૫૦ જેટલા માસૂમ બાળકોનો સમાવેશ થાય છે તમામને મોક્ષ મળે અને આરોપીને આકરી સજા મળે તેના માટે કથામાં આવેલા લોકોએ ભગવાનને પ્રાર્થના કરી હતી






Latest News