મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર
Breaking news
Morbi Today

મોરબીની હરિગુણ સોસાયટીમાંથી કારખાને જવા કહીને નીકળેલ યુવાન ગુમ


SHARE













મોરબીની હરિગુણ સોસાયટીમાંથી કારખાને જવા કહીને નીકળેલ યુવાન ગુમ

મોરબીના મહેન્દ્રનગર ગામથી જેતપર તરફ જવાના રસ્તા ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં રહેતો યુવાન ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યો હતો ત્યાર બાદ તે યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી કરીને આ અંગે ગુમ થયેલા યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે તેની નોંધ કરી ગુમ થયેલા યુવાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં આવેલ અંબિકા સોસાયટીમાં રહેતા દિલીપભાઈ હરજીભાઈ ધરસંડીયા જાતે પટેલ (૬૩)એ હાલમાં તેનો દીકરો આનંદ દિલીપભાઈ ધરસંડીયા જાતે પટેલ (૨૮) રહે. હરિ ગુણ સોસાયટી હાઈટસ-એ બ્લોક નંબર ૬૦૨ મોરબી વાળો ગુમ થયો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. ૨૯/૧૦ ના રોજ સવારના પોણા આઠેક વાગ્યા અરશામા પોતાના ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે પરત આવેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનના પિતાએ નોંધાવેલ ગુમ સુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

મહિલા મળી આવી

મોરબીમાં નજરબાગ પાસે આવેલ બૌદ્ધ નગર સોસાયટીમાં રહેતા દેવજીભાઈ કરસનભાઈ મુછડીયા જાતે અનુ. જાતિ (૩૪)ના પત્ની મંજુબેન દેવજીભાઈ મુછડીયા જાતે અનુ. જાતિ (૩૦) ગત તા. ૧૧/૧૧/૨૧ ના રોજ ગુમ થયા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે નોંધ કરી ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તે મહિલા લજાઈ પાસે આવેલ બાલાજી કેરેટના કારખાનામાંથી મળી આવતા પોલીસ આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાને પ્રેમ સંબંધ હોય તે ચાલી ગઈ હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે






Latest News