મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી એટ્રોસીટી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીની કોર્ટમાંથી એટ્રોસીટી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

ગત તા. ૧/૬/૧૫ ના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં આ કામમાં ફરીયાદી તથા આરોપીઓની વચ્ચે મોરબી ડેપ્યુટી કલેકટરની ઓફીસમાં વાકડા ગામની જમીન મેટર (વાધા તકરાર) ચાલતી હોય જેમા ફરીયાદી તથા સાહેદ તેના પતિની મુદત હોય મુદતે જતા આરોપીઓએ મળી ફરીયાદી તથા તેના પતિને ગાળો આપી જમીનનો કબજો ખાલી કરી દેજો નહીતર જાનથી મારી નાખીશ તેવી ગુનાહીત ધમકી આપી હતી અને આરોપીઓએ ફરીયાદી તથા તેના પતિને જમીનનો કબજો ખાલી કરી દેજો તેમ કહી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા જે અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરેલ હતી

આ કેશ મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો અને આરોપી વીનોદ મોહનભાઈ દેત્રોજા વતી મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષેના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ભોગ બનનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમા આરોપી તરફે યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, એમ.આર. ગોલતર, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News