મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

પોલીસે ભારે કરી: મોરબીમાં આડેધડ સ્ટોલ ઊભા કરીને ફટાકડાનું વેચાણ ચાલુ ! માત્ર એક વેપારી ઝપટે ચડ્યો ?


SHARE













પોલીસે ભારે કરી: મોરબીમાં આડેધડ સ્ટોલ ઊભા કરીને ફટાકડાનું વેચાણ ચાલુ ! માત્ર એક વેપારી ઝપટે ચડ્યો ?

મોરબી શહેરના નગર દરવાજા ચોકથી લઈને શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર આડેધડ ફટાકડાના સ્ટોલ કરીને ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે ત્યારે મોરબી પોલીસની ટીમને વાવડી રોડ ઉપર લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા એક વેપારી નજરે ચડી ગયો હતો ! જેથી કરીને પોલીસે તેની પાસેથી ૪૮૫૦ ની કિંમતના ફટાકડાનો જથ્થો કબજે કરીને ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, મોરબીના નગર દરવાજા ચોક, પરબજાર, શાક માર્કેટ ચોક, તેમજ સનાળા રોડ અને રવાપર રોડ ઉપર જે આડેધડ લાઇસન્સ વગર નખાયેલા સ્ટોલ છે તે કોની દયાથી ચાલી રહ્યા છે ? તે તપાસનો વિષય છે

સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ ફટાકડાનું વેચાણ કરવું હોય તો તેના માટે તેને જરૂરી લાયસન્સ લેવું પડતું હોય છે અને ફાયર સેફ્ટીના સાધનો રાખવા પડતા હોય છે પરંતુ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તે રીતે મોરબી શહેરના નગર દરવાજા ચોક, શાકમાર્કેટ ચોક, પરા બજાર, સનાળા રોડ રવાપર રોડ, સરદાર રોડ સહિતના મોટાભાગના વિસ્તારો તેમજ સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ અને મહેન્દ્રનગર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર આડેધડ ફટાકડાના સ્ટોર કરીને ત્યાં ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જોકે જવાબદાર પોલીસ અધિકારી કર્મચારી અને અન્ય વિભાગના અધિકારીઓને આ દેખાતું નથી !?

જો કે, મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાર્ક પાસે કોઈપણ જાતના લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર મંડપ નાખીને મનુષ્યની જિંદગી જોગવાઈ તે રીતે ફટાકડાનો સ્ટોલ ત્યાં રાખીને વેપાર કરનાર એક વેપારી પોલીસની નજરે ચડી ગયેલ છે અને પોલીસે તેની પાસેથી ૪૮૫૦ ની કિંમતનો ફટાકડાનો જથ્થો કબજે કર્યો છે અને શબ્બીર નૂરમહંમદ પાયક જાતે કાચી (૨૭) રહે. પંચાસર રોડ ભારતપરા મોરબી વાળાની ધરપકડ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે મોરબી શહેરના હાર્દ સમાન વિસ્તારો અને મુખ્ય માર્ગો ઉપર જે આડેધડ ફટાકડાના સ્ટોલ નાખીને ફટાકડાનો જથ્થો ત્યાં રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું છે તે કોની દયાથી અને કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે તે તપાસનો વિષય છે કારણકે જો શહેરના છેવડાના વિસ્તારમાં પોલીસની નજર પહોંચી જતી હોય તો શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસ અને જવાબદાર વિભાગના અધિકારીઓ શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે ?

એક બોટલ દારૂ

ટીકર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને અમુભાઈ સોમાભાઈ ઝિંઝવાડીયા જાતે કોળી (૫૭) રહે. માનગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને અશ્વિનભાઈ બાબુભાઈ ભીમાણી રહે. અજીતગઢ તાલુકો હળવદ વાળો ત્યાંથી નાસી ગયો હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News