મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી આઈ.ટી.આઈ. દ્વારા સિરામિક ઉદ્યોગને લગતા વિવિધ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ


SHARE









મોરબી આઈ.ટી.આઈ. દ્વારા સિરામિક ઉદ્યોગને લગતા વિવિધ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

સિરામિક ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.)- મોરબી ખાતે ક્લ્સ્ટર બેઝ્ડ લોક્લ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત ધોરણ-૦૫ પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત જેવા કે લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક બોડી પ્રીપરેશન, લેબ ટેક્નીશ્યન ઓફ સિરામિક ગ્લેઝ પ્રીપરેશન, ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક) તથા એક્સપોર્ટ આસિસ્ટન્ટ શોર્ટ ટર્મ (ટુંકાગાળાના) કોર્સ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.

આ કોર્સમાં તાલીમ મેળવી ટુંકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક જે માટેના પ્રવેશ અંગેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઉમેદવારે ઉપરોકત કોર્સમાં તાલીમ મેળવવા માટે ટ્યુશન ફી નિઃશુલ્ક નિયત કરવામાં આવેલ છે. તેમજ કોર્ષના સમયગાળા મુજબ હાજરીને ધ્યાને લઈ તાલીમાર્થીઓને નિયમ અનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્સમાં પ્રવેશ મેળવવવા માટે રજીસ્ટ્રેશન કરવા તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ- મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. જેમાં રજીસ્ટ્રેશન માટે શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, જાતીનું પ્રમાણપત્ર, બેન્ક પાસબૂકના પ્રથમ પાનાની નકલ અને આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ સહિત જરૂરી પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે નંબર: ૯૭૧૨૧૫૭૪૧૭, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા આચાર્ય મોરબી ઔધોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.




Latest News