મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માંગનારા યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માંગનારા યુવાન ઉપર જીવલેણ હુમલો કરનારા આરોપીની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક ખાતે રહેતા યુવાને ૨૦ હજાર રૂપિયા હાથ ઊંછીના આપ્યા હતા જે પરત માંગતા તે યુવાન મોરબીના સનાળા રોડ ઉપર હતો ત્યારે તેને ગાળો આપીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેની યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક સોસાયટી વાસ્તુ બિલ્ડિંગની બાજુમાં રહેતા જયદીપભાઇ રમેશભાઈ ભાડજા જાતે પટેલ (૩૮)એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને દીપકભાઈ બુધ્ધદેવ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે દસ દિવસ પહેલા આરોપીને હાથ ઉછીના ૨૦ હજાર રૂપિયા આપ્યા હતા જે તેણે પરત માગતા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ બાલાજી તાવો ચાપડી નામની દુકાન પાસે તે હતો ત્યારે ત્યાં આરોપીએ આવીને તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તેના નેફામાંથી છરી કાઢીને ફરિયાદી યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને શરીર ઉપર આડેધડ ઘા ઝીકયા હતા ત્યારે છાતીની નીચે પડખાના ભાગે છરીનો ઊંડો ઘા માર્યો હતો અને ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી દીપકભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઇ બુધ્ધદેવ (૨૮) રહે. વાઘપરા શેરી નંબર-૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News