મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની યુવતી સાથે દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબીની યુવતી સાથે દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનારા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાંથી યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તે યુવતીને માર મારીને તેની સાથે નાના દહીસરા ગામે આરોપીએ તેના મામાની વાડીએ છરીની અણીએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જેની યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યો હતો અને કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીમાં રહેતી યુવતીના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તે યુવતી ઇન્સ્ટાગ્રામના મધ્યમથી નાના દહીંસરા ગામના ઇરફાન અલીભાઈ સુમરાના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ તે બંને વચ્ચે વાતચીત અને વિડીયોકોલ થતાં હતા તેવામાં યુવતીએ ઇરફાન સુમરા સાથે સંબંધ કાપી નાખ્યા હતા અને મોરબીમાં તેના ભાઇ સાથે રહેવા આવી ગઈ હતી. જેથી ઇરફાન અલીભાઈ સુમરાએ યુવતીને ઇન્સ્ટાગ્રામમાં થયેલ વાતચીત અને વીડિયો કોલિંગનું સ્ક્રીન રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને યુવતીનું પંચાસર રોડ ઉપરથી થોડા દિવસો પહેલા અપહરણ કર્યું હતું અને આરોપી નાના દહીંસરા ગામે તેના મામાની વાડીએ યુવતીને લઈ ગયો હતો અને ત્યાં છરીની અણીએ યુવતીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તેમજ યુવતીને માર માર્યો હતો જેની યુવતીએ સારવાર લીધા પછી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે નાના દહીંસરા ગામના રહેતા આરોપી ઇરફાન અલીભાઈ સુમરા (૨૭)ની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે




Latest News