મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત


SHARE











મોરબીના રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત

મોરબીથી દ્વારકા પગપાળા જતા રવાપર ગામે રહેતા પટેલ પરિવારના ચાર સભ્યોને જામનગરના મોટી ખાવડી પાસે અકસ્માત નડ્યો હતો અને ત્યાં કાર ચાલકે હડફેટે લેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોના મોત નીપજયાં હતા અને એક વ્યક્તિને ઇજા થતાં સારવારમાં ખસેડાયેલ છે.

મોરબી નજીકના રવાપર ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, તેમના મામાના દીકરા પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજા તેમજ રમેશભાઈના સાળા પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયા મોરબીથી તા ૧૨ ના રોજ રવાપરથી દ્વારકા જવા માટે રવાના થયા હતા અને પગપાળા જઇ રહેલા પદયાત્રિકો ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી પાસે રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે પહોંચ્યા હતા ત્યારે જીજે ૨ ડીએમ ૫૯૧૮ નંબરની કારના ચાલકે તેને હડફેટે લીધા હતા અને આ  ચાર પૈકીનાં એક જ કુટુંબના ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, પરેશભાઈ લિખિયા, કરશનભાઈ ભગવનજીભાઈ ભાડજાનું મોત થયું છે અને આ ઘટનામાં પ્રાણજીવનભાઈ રતિલાલ થોરિયાને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની ફરિયાદ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News