મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
Breaking news
Morbi Today

હળવદ નજીક નોનવેજની પાર્ટી પછી મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ


SHARE











હળવદ નજીક નોનવેજની પાર્ટી પછી મિત્રની હત્યા કરનારા શખ્સની ધરપકડ

હળવદના કોયબા ગામ તરફ જવાના રસ્તે નર્મદાની કેનાલ પાસેથી હત્યા કરેલી હાલતમાં યુવાનની લાશ મળી હતી જે બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે હળવદમાં જીઆઇડીસીની પાછળના ભાગમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ દેવશીભાઇ શિરોયા જાતે કોળી (૨૩)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઈ ગેલાભાઈ ભરવાડ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેનો ભાઈ અજિત ઉર્ફે અજીયો દેવશીભાઈ શિરોયા જાતે કોળી (૨૫) ઘરેથી ટ્રકમાં જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો તા. ૧૯ ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોયબા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નર્મદા કેનાલના નાલા પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરિયાદીના ભાઈને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ ઘા ઝીકિને તેની હત્યા કરીને તેની લાશને પાણીના વોકડામાં નાખી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું

આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ કરતાં મૃતક અજીત ઉર્ફે અજીયો શિરોયા તથા તેનો મિત્ર સંજય ચંદુભાઈ કોળી, લાલજી ઉર્ફે લાલો ધીરુભાઈ રજપુત, હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઈ ગેલાભાઈ ભરવાડ સાહેદ સંજયભાઈ ચંદુભાઈના કાકા ધવલભાઇ ડાભીની કોયબા ગામની સીમમાં નર્મદાની કેનાલ પાસે આવેલ વાડીએ નોનવેજ મચ્છી ખાવાની પાર્ટી કરેલ હોય ત્યાં ફરિયાદીનો ભાઈ મૃતક અજિત ઉર્ફે અજીયો અને હરજી ઉર્ફે હરેશ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને અજિત ઉર્ફે અજીયો નર્મદા કેનાલના સાઈફન પાસે સૂતો હતો ત્યારે આરોપીએ ફરિયાદીના ભાઈને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકયો હતો અને તેની હત્યા કરી હતી ત્યારબાદ લાશને કેનાલના વોકડામાં ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરી દીધો હતો

આ બનાવનો ભેદ ઉકેલીને પોલીસે હાલમાં આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઈ ગેલાભાઈ ભરવાડ રહે. કોયબા રોડ કીશાન વેર હાઉસ બોર્ડની સામે હળવદ વાળાની  ધરપકડ કરી છે અને તેની પાસેથી હત્યામાં વપરાયેલ કુહાડી તેમજ મૃતકના મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે તેમજ મૃતકના પાકીટમાંથી આરોપીએ રોકડા કાઢીને મોબાઈલ તેમજ પાકીટ નાલામાં ફેંકી દીધા હતા અને મૃતકના બાઇકમાં ૩૦૦ રૂપિયાનું પેટ્રોલ ભરીને તે રાતે જ સામખીયારી બાઇક મૂકી આવ્યો હોવાની કબૂલાત તેને પોલીસને આપેલ છે જેથી પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પાસે ઘટનાનું રી-કંટ્રકશન કરાવવામાં આવ્યું હતું 




Latest News