માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!


SHARE











મોરબીમા ભાઈના ઘરે જવાનું કહીને નીકળેલ પરિણીતા પ્રેમ સંબંધમાં ભાગી ગઈ હોવાનું ખુલ્યું..!

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે ટેસા સેનેટરી નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ થાન તાલુકાના વીજળીયા ગામના વતની રેખાબેન બાબુભાઈ ગાંગિયા નામની ૪૧ વર્ષીય મહિલા ગુમ થઈ ગઈ હતી અને પોતે પોતાના ભાઈના ઘરે જાય છે તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થયેલી મહિલા પરત ન ફરતા આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ થવા પામી હતી. દરમ્યાનમાં તપાસ અધિકારી પીઆઈ કે.એ.વાળા તેમજ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજા પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુમ થયેલા રેખાબેન હાલ મળી આવ્યા છે અને તેઓને મોરબીના ખાખરેચી ગામે રહેતા મનસુખ ઉર્ફે સુનિલ સુરેશભાઈ ઉચાસ્ણા જાતે કોળી (૨૮) ની સાથે પ્રેમ સંબંધ હોય તેમને ત્યાં ચાલ્યા ગયા હતા તેમ તેણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા હનુમાન મંદિર નજીકથી આશરે પચાસેક વર્ષના અજાણ્યા પુરુષને ગંભીર હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ હાલ તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વાહન અકસ્માત બનાવમાં તેઓને ઈજા પહોંચી છે તેમ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા પાસેથી જાણવા મળેલ છે અને તેઓ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ટીકળા ખાઈ જતા સારવારમાં

મોરબી ખાતે રહેતા જાવેદ રસુલભાઈ જાંગીયા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગાંધી ચોક પાસે દવાના ટીકડા ખાઈ લીધા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.




Latest News