માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નિપજાવનારા ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીના ટિંબડી પાટીયા પાસે અકસ્માત કરીને યુવાનનું મોત નિપજાવનારા ટ્રક ચાલકની ધરપકડ

મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડી ગામના પાટીયા પાસે ઉમિયા હોટલની સામેના ભાગમાંથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તથા પેટના ભાગે ઇજા થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના પિતા દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ખાખરેચી ગામના રહેવાસી અને હાલમાં મોરબી માળિયા હાઇવે ઉપર ટીંબાવાડી મફતીયાપરામાં ઉમિયા હોટલની પાછળના ભાગમાં રહેતા કાનજીભાઈ પોલાભાઈ ખાંભળીયા જાતે કોળી (૪૦)એ ટ્રક નંબર જીજે ૩૬ ટી ૯૫૧૦ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તમેને જણાવ્યુ છે કે, ટિંબડી ગામના પાટીયા પાસે ઉમિયા હોટલની સામેના ભાગમાંથી તેનો દીકરો કિશનકુમાર (૨૨)  પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૧૧૬૭ લઈને જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરાયથી ચલાવ્યો હતો અને બાઇકને હડફેટે લેતા ફરિયાદીના દીકરાને માથા અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક અબ્બાસભાઈ અલ્લારખાભાઈ મોવર (૩૩) રહે હાલ શકતીનગર ટિંબડી પાટીયા મૂળ રહે ધાંગધ્રા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની હાજરી છે




Latest News