મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માવઠાથી થયેલ નુકશાન સામે તાત્કાલિક વીમા કંપનીએ વિમાની રકમ ચૂકવવી જોઈએ: લાલજીભાઇ મહેતા


SHARE







મોરબી જીલ્લામાં માવઠાથી થયેલ નુકશાન સામે તાત્કાલિક વીમા કંપનીએ વિમાની રકમ ચૂકવવી જોઈએ: લાલજીભાઇ મહેતા

હાલમાં કરા સાથે વરસાદ પડેલ છે જેનાથી સીરામીક ઉદ્યોગ તથા અન્ય નાના મોટા ઉદ્યોગોને તથા ખેડુતના પાકને નુકશાન થવાની શકયતા વધારે છે. ત્યારે વીમા કંપની આવા સમયે વિમો આપવામાં હાથ ઉંચા કરી નાખે છે અને વીમો ચુકવતા નથી તેવું જાણવા મળેલ છે. આ અંગે ઉગ્ર રજુઆત વિમા લોકપાલને મોરબી શહેર, જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કરેલ છે.

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તા.૨૬-૧૧ ને રવિવારે સમગ્ર ગુજરાતમાં કરા સાથે વરસાદ પડેલ છે. મોરબી માં સીરામીક ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગને નુકશાની થયેલ છે જેમાં શેડના પતરા તુટવા, નીચે પડેલ માલને નુકશાન થયેલ છે તેવી જ રીતે ખેડુતોને ખેતીમાં નુકશાન થયેલ છે. વેપારી અને ખેડુતો વિમો ભરેલ છે જેથી વીમા કંપનીએ ગ્રાહકને વિમો આપવો જોઈએ જાણવા પ્રમાણે આવા સમયે વિમા કંપની વિમો ચુકવવામાં હાથ ઉંચા કરી નાખે છે વિમાના એજન્ટો વિમા લેવા માટે જેતે સમયે ગ્રાહકને આંબા-આંબલી બતાવતા હોય છે પણ આવા સમયે એજન્ટો એ વિમા કંપની સામે લાલ આંખ કરીને ગ્રાહકને વીમ મળે તેવા પ્રયત્ન કરવા જોઇએ સીરામીક ઉદ્યોગને કરા પડવાથી પતરા તુટી ગયેલ છે અને નીચે પડેલ માલ સામગ્રીને નુકશાન થયેલ છે. અને પડેલ બરફ કાઢવા માટે ઘણી મહેનત કરવી પડેલ છે. જાણવા મળેલ છે કે આ વરસાદને કારણે વીસથી પચ્ચીસ દિવસ ફેકટરી બંધ રહેશે ત્યારે વિમા કંપનીઓને વધારેમાં વધારે પ્રીમીયમ હિચકિચાટ કે બાના બતાવ્યા સિવાય તાત્કાલીક ગ્રાહકને ચુકવવો જોઇએ. તેમાં જરા પણ સીથીલતા ન હોવી જોઇએ આ વરસાદને કારણે થયેલ નુકશાનીનો વીમો ગ્રાહકને ઝડપથી મળે તે અંગે વિમા લોકપાલને ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા મંત્રી રામભાઈ મહેતાએ રજુઆત કરેલ છે. દરેક વિમા ગ્રાહકે પોતાના એજન્ટને બોલાવી વિમા રકમની કાર્યવાહી કરવી જોઈએ. ગ્રાહક કે સમજવુ જોઇએ કે આપણે વીમો ભરીએ છીએ માટે વિમા કંપની એ વિમો આપવો જોઈએ તે તેની ફરજ થાય છે તેવી જ રીતે ખેડુતોનો જુથ વીમો હોય સહકારી મંડળી અને કો-ઓ. બેન્કે વિમા અંગેની કાર્યવાહી તાત્કાલીક કરવી જોઇએ જેથી ગ્રાહકને ન્યાય મળી શકે તેમ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.






Latest News