મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી


SHARE









ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખે કરેલા નિવેદનથી માલધારી સમાજમાં રોષની લાગણી: મનસુખભાઈ રબારી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે અને તેના મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિઓની મીટીંગમાં ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ૮ દિવસમાં શહેરમાં ગાયો ન દેખાવી જોઈએ તેવો નિર્ણય કરેલ છે જે અંગે માલધારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે કેમ કે, માલધારી સમાજની રોજીરોટી છીનવવાની વાત તેમના દ્વારા કરવામાં આવેલ છે જેથી સી.આર. પાટીલ દ્વારા માલધારી સમાજની માફી માંગવામાં આવે તેવી માંગ કરેલ છે અને મહાનગરોમાં વસતા માલધારીઓ તેમજ ગયો માટે અલગથી જમીન ફાળવવામાં આવે, ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપવાનું બંધ થવું જોઈએ, ગામડાઓમાં વાડાની જમીન ફાળવવામાં આવે, વાડાઓને રેગ્યુલાઈઝ કરવામાં આવે, સરકારની રહેમ રાહે ચાલતા કતલખાનાઓ બંધ કરવામાં આવે અને ગૌચરની જમીન પર થયેલા દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો માલધારી સમાજની માંગણીઓ પૂરી કરવામાં આવશે તો ગાયો રોડ પર નહિ આવે તેવી ખાતરી આપી છે




Latest News