મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના પટેલ આઘેડે આર્થિક સંકડામણને લીધે દવા પી લેતા સારવારમાં


SHARE









મોરબીના પટેલ આઘેડે આર્થિક સંકડામણને લીધે દવા પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે રહેતા અને ખાનગી શાળામાં સ્કુલ બસ ચલાવવાનું કામ કરતા આધેડે મોરબીના સિવિલ હોસ્પિટલ ચોક પાસે આવેલ દુકાન નજીક દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા અને પ્રાથમિક તપાસમાં વ્યાજ વટાવમાં ફસાઈ જતા આર્થિક સંકડામણના લીધે આધેડે દવા પીધી હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલ રામ રસ નજીક ઝેરી દવા પી જવાથી ગંગારામભાઈ મગનભાઈ પટેલ (ઉંમર ૬૫) રહે.૬-સરસ્વતી સોસાયટી ઉમા ટાઉનશીપ પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને વધુમાં પોલીસને જાણ કરાતા પોલીસ તપાસ માટે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ પહોંચ્યા હતા. તેઓએ લીધેલા નિવેદનમાં પૈસાની જરૂરત ઉભી થતા વ્યાજે પૈસા લીધા હોય અને તેને લઈને સતત આર્થિક સંકડામણ રહેતી હોવાના પગલે તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હોવાનું હાલ સામે આવ્યું છે.તેઓ તેમના ઘર નજીક આવેલ શાળામાં સ્કૂલ બસ ચલાવવાનું કામકાજ કરતા હોવાનું હાલ જાણવા મળ્યું છે.

બાથરૂમમાં પડી જતા મોત

મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના તેમજ પાણીપુરીનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અશોકકુમાર શ્રીરામભાઈ નિશાદ નામનો ૪૨ વર્ષનો યુવાન તા.૩-૧૨ ના રોજ તેના ઘરે બાથરૂમમાં પડી ગયો હતો અને જેથી માથાના ભાગે થયેલ ગંભીર ઇજાઓના પગલે તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેઓના સંબંધી હેમચંદ્રભાઇ નિશાદ લાવ્યા હતા અને અહીં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો માથાના ભાગે હેમરેજ થઈ જવાના લીધે તેનું મોત નીપજ્યુ હોવાનું હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના તપાસ અધિકારી અશોકભાઈ સારદીયા પાસેથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી નજીકના નાનીવાવડી ગામે થયેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતા અમૃતાબેન મનોહરભાઈ વસાવા નામની ૩૫ વર્ષની મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા હાલ બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લાતી પ્લોટમાં આવેલ રેસીડેન્સી નજીક રહેતા વિપુલ ચુનીભાઇ શુકલ નામના ૨૩ વર્ષના યુવાનને મોરબીની ચિત્રકૂટ ટોકીઝ પાસે અજાણ્યા મોટરસાયકલ ચાલાકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલમાં ખસેડાયો હતો.હાલ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News