હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ગોળી ધરબીને યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી


SHARE













મોરબીના આમરણ ગામે ગોળી ધરબીને યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારી

મોરબીના જૂની પીપળી ગામે યુવાનની પૈસાની લેતીદેતી મામલે હત્યા કરવામાં આવી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને આજીવન સખ્ત કેદની સજા અને દંડ કર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં જૂની પીપળી ગામે રહેતા પ્રેમજીભાઈ શીવાભાઈ જેઠલોજાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૫-૪-૨૦૧૭ ના રોજ સવારના સાડા આઠથી સાંજના સવા સાતેક વાગ્યાના અરસામાં આરોપી જયેશ શામજીભાઈ કાસુન્દ્રાએ તેના દીકરા ચંદ્રકાંત પ્રેમજીભાઈ જેઠલોજાને પૈસાના હિસાબની લેતીદેતી મામલે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કાર નંબર જીજે ૩ ઇસી ૦૫૦૭ માં બેસાડીને તેને આમરણ નજીક ક્રિશ્ના જીનીંગ ખાતે લઇ ગયો હતો ત્યાં હાથ બનાવટની પિસ્તોલથી ફાયરીંગ કરી બે ગોળીઓ મારી હત્યા કરી હતી અને મૃતદેહ પોતાની કારની ડેકીમાં નાખીને મચ્છુ નદી પાસે નવી બનતી સ્કૂલ પાસે ફેંકી દીધો હતો અને પુરાવાનો નાશ કરી મૃતકની ગાડી મહેન્દ્રનગર ચોકડી પાસે બિનવારસી હાલતમાં મૂકી દીધી હતી અને પોતાની ઈન્ડીગો કાર જીજે ૦૩ બીએ ૨૭૨૮ લઈને ફરાર થયો હતો અને મૃતકના પિતાને મોબાઈલમાં ફોન કરીને તમારો દીકરો જોઈતો હોય તો ત્રણ કરોડ આપો તેવી ધમકી આપી ખંડણી માંગી હતી અને સહ આરોપી વિકાસ ઉર્ફે પ્રકાશ ઉર્ફે વીકી મુન્નાભાઈ સોની રહે. એમપી વાળાએ પિસ્તોલ આપી હોવાનું સામે આવ્યું હતું

જે ગુનામાં પોલીસે આરોપી જયેશ સામજીભાઇ કાસુન્દ્રાને ઝડપી લીધો હતો અને આ કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા જીલ્લાના સરકારી વકીલ વિજયકુમાર સી. જાનીએ કોર્ટમાં ફરિયાદ પક્ષે ૪૩ મૌખિક પુરાવા, ૫૪ દસ્તાવેજી પુરાવા રુજ કર્યા હતા જયારે બચાવ પક્ષે ૨ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જે દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી જયેશ કાસુન્દ્રાને કોર્ટે આઈપીસી કલમ ૩૦૨ મુજબ આજીવન સખ્ત કેદની સજા અને ૫૦ હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ આઈપીસી કલમ ૩૬૪ એ મુજબ આજીવન કેદની સજા અને ૧૦ હજાર દંડ, આઈપીસી કલમ ૨૦૧ મુજબ ૩ વર્ષની કેદ અને ૧૦ હજાર દંડ, આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧-બી) મુજબ ૩ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ, આર્મ્સ એક્ટની કલમ ૨૭ (૧) મુજબ ૫ વર્ષ અને ૧૦ હજાર દંડ તેમજ જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબના ગુનામાં ૧ વર્ષની કેદની સજા અને ૫૦૦૦ નો દંડ કરેલ છે






Latest News