હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી: સફાઈ કામદારોએ સીધા ધિરાણ યોજના અન્વયે વિવિધ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવી


SHARE













મોરબી: સફાઈ કામદારોએ સીધા ધિરાણ યોજના અન્વયે વિવિધ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કરવી

ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમની સીધા ધિરાણની યોજના અન્‍વયે જુદા જુદા વ્‍યવસાયો માટેની યોજનાનો લાભ લેવા માટે તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજીઓ  કરી શકાશે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી મહિલા સમૃ‍ધ્ધિ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્‍સ યોજના, વ્‍યકિતગત લોન યોજના, ઇ-રીક્ષા, જનરલ ટર્મ લોન, જીપટેક્ષી માટે લોન મેળવવા ઓનલાઇન અરજીઓ  કરી શકાશે.

ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ અરજદારોએ તાલુકા કક્ષાએ સમાજ કલ્‍યાણ નિરિક્ષક અને જિલ્‍લા કક્ષાએ મદદનીશ જિલ્‍લા મેનેજરનો સંપર્ક કરીને ઓનલાઇન લોન અરજી કરવાની રહેશે. મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ આ નિગમની યોજનાઓનો લાભ લેવા માટે નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ કન્‍ફોર્મ થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર-પુરાવા સહિત જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૩૦/૧૨/૨૦૨૩ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરીનો સંપર્ક કરવા જિલ્લા મેનેજરશ્રી ડી. એમ.ની યાદીમાં જણાવાયું છે.






Latest News