હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પાર્થ પેપર્સ એલએલપી કારખાનામાં આગ લગતા ૧૫૦૦ ટન પેપરનો જથ્થો બળીને ખાખ


SHARE













મોરબીના પાર્થ પેપર્સ એલએલપી કારખાનામાં આગ લગતા ૧૫૦૦ ટન પેપરનો જથ્થો બળીને ખાખ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર્સ એલએલપી નામના કારખાનામાં બુધવારે વહેલી સવારે ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યાના અરસામાં વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આગને કંટ્રોલ કરવા માટેના કારખાનેદાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આ અંગે તાત્કાલિક મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે પાર્થ એલએલપી કારખાના ખાતે પહોંચી છે અને ૪:૩૦ વાગ્યાથી પાણીનો મારો સતત ચાલુ રાખીને આગને કંટ્રોલ કરવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે આગ કંટ્રોલમાં આવી હતી જો કે, આ બનાવ અંગે હાલમાં મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ ઉમિયા એપાર્ટમેંટમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઇ દેત્રોજા જાતે પટેલ (૪૪) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે અને તેને જણાવ્યુ છે કે, કારખાનામાં આગ લાગતાં હાલમાં કુલ મળીને ૧૫૦૦ ટન વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થઈ ગયેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ તેમજ પેપરમીલ ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ વગેરે અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે તેમ છતાં પણ ઉદ્યોગની અંદર કામ કરતા લોકોની સલામતી તથા ઉદ્યોગકકારોના જાનમાલને કોઈપણ સમયે આગ અકસ્માતની ઘટના બને ત્યારે ઓછામાં ઓછો નુકસાન થાય તેના માટે થઈને આજની તારીખે પણ મોરબી જિલ્લામાં એક પણ અધ્યતન ફાયર સ્ટેશન નથી જેના કારણે આગ અકસ્માતની કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે હર હંમેશ અન્ય જિલ્લાઓમાંથી ફાયરના સાધનો સાથેની ટીમોને મોરબી જિલ્લામાં આવે ત્યાં સુધી નુકશાન થાય તે સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ આજની તારીખે પણ મોરબી શહેર કે જીલ્લામાં નથી






Latest News