હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલ બાળકને બાઇક ચાલકે હડફેટ લીધા બાદ સારવાર દરમિયાન બાળકનું મોત


SHARE













મોરબીના ઘુંટુ રોડ ઉપર રસ્તો ઓળંગી રહેલ બાળકને બાઇક ચાલકે હડફેટ લીધા બાદ સારવાર દરમિયાન બાળકનું મોત

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર રહેતા પરિવારનો બાળક રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન તે બાઈક ચાલકની હડફેટે ચડી જતા તેને ઇજાઓ થઈ હતી અને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર ઝીલટોપ સીરામીક નજીકના સોદીપ ગોડાઉન નામના ગોડાઉન નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારનો મનીષ કરશનભાઈ જાડેજા જાતે ડફેર નામનો નવ વર્ષનો બાળક ગત તા.૪-૧૨ ના રોજ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો દરમિયાનમાં બાઈક નંબરજીજે ૩૬ એજી ૭૭૮ ના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ મનીષ કરશન જાડેજા (૯) ને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને જે તે સમયે બી ડિવિઝન પોલીસમાં આ બાબતે જાણ થઈ હતી જોકે બાદમાં સ્થળ તપાસ કરવામાં આવતા આ બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં આવતો હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી છે.જોકે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપીને રાજકોટ ખસેડાયેલા મનીષ કરશનભાઈ જાડેજા જાતે ડફેર (ઉંમર ૯) નામના બાળકનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન આજે તા.૭ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં તેનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે.

કાર પલટી મારી જતા ઈજા

મોરબીના માળિયા-હળવદ રોડ ઉપર અકસ્માતે કાર પલ્ટી મારી ગઈ હતી તે બનાવમાં દિવ્યકાન્તભાઈ દિવ્યાંનશ્રી પાલ (ઉંમર ૧૫), સવિતાબેન (ઉમર ૩૦), દેવ્યાંનશ્રઈ પાલ (ઉંમર ૫૦) અને રઘુવીરસિંહ બહેરા રહે.બધા જામનગર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન નજીકને ઇજાઓ થતા સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં યાદી આવતા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામે પાવર હાઉસ પાસે આવેલ માર્બો મેક્સ નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી સોનલબેન ગોકુલભાઈ પાટડીયા નામની ૨૫ વર્ષીય મહિલાને કામ દરમિયાન ગરમ પાઉડર શરીર ઉપર પડતા દાજી ગયા હતા જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

સગીર સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે રહેતો ગોપાલ રણછોડભાઈ સોલંકી નામનો ૧૪ વર્ષનો સગીર નાસ્તો લેવા માટે ગયો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટ લેતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે તપાસ કરી હતી.






Latest News