હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની ધરપકડ


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શખ્સની બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બાબતે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના એક ગ્રામ્ય વિસ્તારમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારવામાં આવ્યું હતું અને જે બાબતે ભોગ બનનાર પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા મથકના પીઆઇ કે.એ.વાળા દ્વારા વિક્રૃત કૃત્ય આચરનાર હર્ષદ ભરતભાઈ ભટ્ટ (ઉમર ૪૪) ની ધરપકડ કરવામાં આવી હતી અને મેડિકલ તપાસ સહિતની આગળની પ્રક્રિયા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં આવેલ સંઘવી જીનની પાસે રહેતા મોહમ્મદભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ નામના ૫૭ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આ અંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના દરબારગઢ પાસે આવેલ નાગનાથ શેરી પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયેલ હતુ અને તે બનાવમાં તેઓને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના કેનાલ રોડ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજા પામેલ વિરલ નરેશભાઈ વડગામા (૨૯) રહે.કોઠારીયા કોલોની રાજકોટ વાળાને ઇજાઓ પહોંચી હતી જેથી તેને અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતી મહેકબેન અસ્લમભાઈ ચાનીયા નામની ૨૬ વર્ષની મહિલા તેઓના ઘરે અગમ્ય કારણોસર કોઈ અજાણી દવા પી ગયા હતા જેથી તેઓને આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેણીને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી યાદી આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News