હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ગરબા ઓફ ગુજરાત: મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE













ગરબા ઓફ ગુજરાત: મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

ટંકારાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ગરબા ઓફ ગુજરાતકાર્યક્રમ યોજાયો હતો. આપણા ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કો દ્વારા તા. ૬/૧૨ ના રોજ સાઉથ આફ્રિકાના બોત્સ્વાના ખાતેથી વર્લ્ડ હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવતા નાલંદા વિદ્યાલય ખાતે પ્રાચીન ગરબાની રમઝટ જામી હતી. આ ઐતિહાસિક પ્રસંગને સૌ લોકોએ નાલંદા વિદ્યાલય-વિરપર ખાતે સ્ક્રીન પર જીવંત પ્રસારણ માણ્યું હતું અને આ ઐતિહાસિત પ્રસંગની ઉજવણી કરી હતી.

રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર આયોજિત ગરબા ઓફ ગુજરાતમાં ગુજરાતની સંસ્કૃત્તિની આગવી ઓળખ સમા પ્રાચિન ગરબાની પ્રસ્તુતિ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવને જીવંત રાખવા ગરબાને વર્લ્ડ હેરિટેજ, ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસા (ICH) તત્વ તરીકે નામાંકન મળ્યું છે. તેના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાત સહિત મોરબી ખાતે ગરબા ઓફ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અને આ ઐતિહાસિક પળને માણવા માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ હિરલબેન વ્યાસ, નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી, આચાર્ય, તેમજ શિક્ષકઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને ગરબા પ્રેમી જન મેદનીએ રસભરી નિહાળ્યો હતો. આ તકે ભારતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તત્વ તરીકે ૧૫મું સ્થાન પામનાર ભાષા, કલા, સામાજિક તહેવાર, પ્રાકૃતિક, બ્રહ્મ જ્ઞાન અને પારંપરિક પ્રથાઓ, માનવીય અને ધાર્મિક એકતાને જોડતા આ ગરબાના નામાંકન ગૌરવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ બોત્સ્વાના ખાતેથી કરાયું હતું. યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવ બાબત ગણીને ગુજરાત સરકારે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News