ગરબા ઓફ ગુજરાત: મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
મોરબીમાં બૂથ સશક્તિકરણની સો ટકા કામગીરી કરનારા કાર્યકર્તાઓનું ધારાસભ્યના હસ્તે કરાયું સન્માન
SHARE
મોરબીમાં બૂથ સશક્તિકરણની સો ટકા કામગીરી કરનારા કાર્યકર્તાઓનું ધારાસભ્યના હસ્તે કરાયું સન્માન
મોરબી શહેર ભાજપ દ્વારા બૂથ સશક્તિકરણની સો ટકા કામગીરી તમામ વોર્ડમાં થયેલી હોવાથી કાર્યકર્તાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે તુલીપ હોલ ખાતે આ કાર્યક્રમ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ત્યારે ધારાસભ્યના હસ્તે તમામનું સન્માન કરવામાં આવ્યું હતું
બૂથ સશક્તિકરણ માટેની કામગીરી ચાલી રહી છે અને મોરબી શહેરના ૧૩ વોર્ડમાં બુથ સશક્તિકરણની કામગીરી આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સો ટકા પૂર્ણ કરવામાં આવી છે ત્યારે મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા અને રિશીપભાઈ કૈલા દ્વારા તમામ વોર્ડના કાર્યકર્તાઓને સન્માનિત કરવા માટે થઈને મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્કાયમોલ ખાતે બુથ સશક્તિકરણની સો ટકા કામગીરી પૂર્ણ કરનારા કાર્યકર્તાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી શહેર ભાજપના પ્રભારી પ્રજ્ઞેશભાઈ પટેલ, પ્રદીપભાઈ વાળા, જયુભા જાડેજા, દેવાભાઈ અવાડિયા, જયરાજસિંહ જાડેજા, જ્યોતિસિંહ જાડેજા સહિતના આગેવાનો તેમજ પાલિકાના માજી પ્રમુખ સહિતના હોદેદારો અને માજી સભ્યો હાજર રહ્યા હતા ત્યારે ખાસ કરીને આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકર્તાઓને વધુમાં વધુ જન સંપર્ક કરવા માટે થઈને ટકોર કરી હતી
તેમજ આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ યોજવાનો છે તે અંતર્ગત જે કોઈ કાર્યક્રમ રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાએથી આવે તેમાં સો ટકા તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જોડાઈને વધુમાં વધુ લોકોને તે કાર્યક્રમની સાથે જોડવા માટે આહવાના કર્યું હતુ વધુમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, વર્ષોથી ભાજપની સાથે રહીને ભાજપને વિજય મેળવવા માટે થઈને જે કાર્યકર્તાઓ પાયાના પથ્થરની જેમ કામગીરી કરી રહ્યા છે તેઓને સન્માનિત કરવા માટેની જે કામગીરી કરવામાં આવી છે તેના માટે શહેર ભાજપ પ્રમુખ સહિતની ટીમને બિરદાવી હતી તેમજ ભૂતકાળને વાગોળતા કહ્યું હતું કે અગાઉના સમયમાં થોડા ઘણા મત ભાજપને મળે કે પછી ડિપોઝિટ બચી ગઈ હોય તો પણ ખુશીનો માહોલ થઈ જતો હતો પરંતુ આજની તારીખે જે રીતે બુથ સશક્તિકરણથી લઈને સંસદ સુધીનું કામ ચાલી રહ્યું છે તે જોતાં આગામી વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે તેમ નથી અને દિવસેને દિવસે સંગઠનને મજબૂત કરવાની કામગીરીની જે પ્રથા છે તેને જાળવી રાખશું તો કોઈ વિપક્ષ ભાજપને કદી હરાવી શકે તેમ નથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને લાખાભાઈ જારીયાની આગેવાની હેઠળ મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા અને રિશીપભાઈ કૈલા તેમજ સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી