હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી ત્રણ બોટલ દારૂ સાથે એક પકડાયો: જીવાપર ગામે દેશીની ભઠ્ઠી ઉપર રેડ


SHARE













મોરબીમાંથી ત્રણ બોટલ દારૂ સાથે એક પકડાયો: જીવાપર ગામે દેશીની ભઠ્ઠી ઉપર રેડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૫૦ રૂપિયાની કિંમતની દારૂની ત્રણ બોટલો કબજે કરી હતી અને આરોપી જીગ્નેશભાઈ મનસુખભાઈ મહેમદાવાદી જાતે પ્રજાપતિ (૨૩) રહે. સોઓરડી શેરી નંબર-૨ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામની સીમમાં મોરિયાની સીમ તરીકે ઓળખાતી કાંતિભાઈ કાલરીયાની વાડીની બાજુમાં આવેલ પાણીના વોકળા પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે તેને ઉપયોગમાં લેવામાં આવતો ૫૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમ જ ૬૦ લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો અને આ ઉપરાંત ગેસનો એક બાટલો, ગેસનો ચૂલો અને અન્ય સાધન સામગ્રી તેમજ દારૂની હેરાફેરી માટે તેને ઉપયોગમાં લેવામાં આવતું બાઈક નંબર જીજે ૩ બીએન ૧૨૯૧ જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને સ્થળ ઉપરથી પોલીસે ૨૩,૭૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી કાંતિલાલ નથુભાઈ કાલરીયા જાતે પટેલ (૬૨) રહે. જીવાપર (ચ) વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News