હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીની જામીન અરજી નામંજૂર


SHARE













પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીની જામીન અરજી નામંજૂર

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી અને તે આરોપીના રીમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આરોપીના વકીલ મારફતે જમીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે સમયાંતરે કુલ મળીને સાત આરોપીને પકડ્યા હતા અને તે આરોપી પૈકીનાં મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી)ના અગાઉ જામીન મંજૂર કરવામાં આવેલ હતા ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલ આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરાઓમ હિતેન્દ્રભાઈ સીતાપરારાજ અજયભાઈ પડસારાપરિક્ષિત સુધીરભાઈ ભગલાણીક્રિશ જયંતિભાઈ મેરજા અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલાના વકીલ અનિલભાઈ દેસાઇ મારફતે જામીન અરજી મૂકવામાં આવેલ હતી અને મોરબી જિલ્લાની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટમાં બંને પક્ષની દલીલને ધ્યાને લઈને ગુનાની ગંભીરતા જોતાં કોર્ટે વિભૂતિ ઉર્ફ રાણીબા સહિતના તમામ આરોપીની જામીન અરજીને નામંજૂર કરેલ છે






Latest News