હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલુ હોય અને દિકરીથી અલગ થવુ પડે તેમ જણાતા યુવાન ગુમ


SHARE













મોરબીના વાવડી રોડે સોમૈયા સોસાયટીમાં રહેતો યુવાન ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીના ગેટ પાસેથી યુવાન કોઈને ઘરે કશું કહ્યા વગર અચાનક જ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના ભાઈએ ગુમસુધા ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી ખાતે રહેતા કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ રાણેવાડીયા જાતે કોળી (૩૦) નામના યુવાન ગત તા. ૫/૧૨/૨૩  ના રોજ સવારના ૭:૩૦ વાગ્યાના અરસામાં વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીના ગેટ પાસેથી કોઈને ઘરે કશું કહ્યા વગર ક્યાંક જતો રહેલ છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને યુવાનો ગુમ થયેલ હોય હાલમાં ગુમ થયેલા કલ્પેશભાઈના ભાઈ મનોજભાઈ મહેન્દ્રભાઈ રાણેવાડીયા જાતે કોળી (૨૬) રહે. હાલ વાસણા ભાઇલી રોડ અક્ષર વાટિકા સોસાયટી વડોદરા મૂળ રહે. સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની ગુમસુધા ફરિયાદ લઈને ગુમ થયેલા કલ્પેશભાઈ રાણેવાડીયાને શોધવા માટે પોલીસ તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.આ બાબતે ગુમ થયેલા યુવાનના ભાઈ મનોજભાઈ પાસેથી મળતી માહિતી પ્રમાણે તેઓના મોટાભાઈનો છૂટાછેડા અંગે કોર્ટમાં કેસ ચાલુ છે અને તે દરમિયાન તેઓની દીકરી તેમની પત્ની સાથે કોર્ટમાં આવી હતી અને ત્યાં મળી હતી જોકે દીકરીને ગુમાવી પડશે તે બાબતનું સતત કલ્પેશભાઇને દુઃખ રહેતું હતું અને સંવતઃ તે બાબતને લઈને તેઓ ક્યાંક ચાલ્યા ગયા હોવાનું હાલ સામે આવ્યું છે.

દેશી દારૂ

ટંકારા તાલુકાના જીવાપર ગામના રસ્તે આવેલ સ્લોગન કારખાના પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં બાચકામાંથી ૧૦૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને આરોપી સુરેશભાઈ પ્રેમજીભાઈ છેલણીયા જાતે કોળી (૩૯) રહે મકાનસર ધરમનગર સોસાયટી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News