હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રની રૂપિયાની લેતીદેતીનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો, કુહાડી ઝીકિ મારી નાખવાની આપી ધમકી


SHARE













મોરબીમાં મિત્રની રૂપિયાની લેતીદેતીનો ખાર રાખીને યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો, કુહાડી ઝીકિ મારી નાખવાની આપી ધમકી

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક કારખાનાની સામેથી યુવાન પસાર થતો હતો ત્યારે તે યુવાનના મિત્ર પાસે રૂપિયાની લેતી લેતી બાબતનું મન દુઃખ રાખીને ચાર શખ્સો તેની પાસે કુહાડી અને ધોકા લઈને આવ્યા હતા અને બેફામ ગાળો આપવામાં આવી હતી અને ત્યારે યુવાને ગાળો દેવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારે યુવાનને મારી નાખવાની ધમકી આપીને કુહાડી ડાબા કાનની નીચેના ભાગમાં મારી હતી જેથી યુવાનને ઇજા થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ તેણે હાલમાં ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ત્રાજપર ગામ પાસે ઓરિએન્ટલ બેંકવાળી શેરીમાં રહેતા ઉમેશભાઈ દિનેશભાઈ સનુરા જાતે કોળી (૨૩) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાદેવભાઇ કોળી રહે. રાયધ્રા પલ્લાભાઈ રહે. રાયધ્રા તેમજ રમેશભાઈ અને વિષ્ણુભાઈ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી મહાદેવભાઇ કોળીને તેના મિત્ર ધર્મેશભાઈ મેરની સાથે રૂપિયાની લેતીદેતી બાબતે મનદુખ હોય જેનો ખાર રાખીને ફરિયાદી મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક કારખાના સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ કાર નંબર જીજે ૧૩ એન ૩૪૪૪ લઈને આવ્યા હતા અને ત્યારે મહાદેવભાઇ કોળીના હાથમાં કુહાડી તથા અન્ય ત્રણ આરોપીના હાથમાં લાકડી હતી અને ફરિયાદીને તેના મિત્ર ધર્મેશને રૂપિયા આપી દેવા જણાવીને બેફામ ગાળો આપવામાં આવી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપી ઉસકેરાઈ ગયા હતા અને ત્યારે મહાદેવભાઇ કોળીએ તેના હાથમાં રહેલ કુહાડી ફરિયાદી યુવાનને ડાબા કાનની નીચેના ભાગમાં મારતા તેને ઈજા થઈ હતી તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા અને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને ડાબા કાનની નીચેના ભાગમાં ટાંકા આવ્યા હતા. અને સારવાર લીધા બાદ ઉમેશભાઈ સનુરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News