ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં ૧૬ વર્ષથી ફરાર આરોપીને એલસીબીએ પકડયો


SHARE











મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં ૧૬ વર્ષથી ફરાર આરોપીને એલસીબીએ પકડયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષની આરોપી ફરાર હતો.દરમિયાનમાં એલસીબી તથા પેરોલ ફર્લો ટીમને મળેલ બાતમીના આધારે રાજકોટ ખાતેથી ૧૬ વર્ષ જૂના મારામારીના કેસમાં ફરાક આરોપીની ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસ હોવાલે કરવામાં આવ્યો હતો.

રેન્જ આઇજી અશોકકુમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કડક સૂચના કરવામાં આવેલ હોય જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા એલસીબી એસઓજી તથા તમામ પોલીસ સ્ટાફને સતર્ક રહેવા જણાવ્યું હતું. દરમિયાનમાં મોરબી એલસીબીના પીઆઈ ડી.એમ.ઢોલ દ્વારા સ્ટાફને અને પેરોલ ફર્લો ટીમને આ બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દરમિયાનમાં એલસીબીના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા અને સ્ટાફ વોચમાં હતો.દરમિયાનમાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે મોરબી સીટી એ ડીવી પોલીસ મથકના વર્ષ ૨૦૦૭ ના મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી રવીભાઇ દેવીપૂજક રહે.મોરબી શનાળા રોડ, કેનાલ પાસે વાળો હાલે રાજકોટ ખાતે શાકભાજીની રેકડીની ફેરીનો ધંધો કરે છે તેવી ચોકકસ બાતમી મળતા તુરંત જ સ્ટાફે બાતમી વાળી જગ્યાએ પહોંચીને તપાસ કરતા ઉપરોક્ત ગુન્હામાં ૧૬ વર્ષથી ફરાર આરોપી રવીભાઇ પરસોતમભાઇ વિકાણી જાતે દેવીપૂજક (ઉ.વ.૩૯) મૂળ રહે.મોટા રામપર તા.ટંકારા જી.મોરબી હલે રહે.રૈયા ગામ શંકર ભગવાનના મંદિર પાછળ તા.જી.રાજકોટવાળાને રૈયા ગામના બસ સ્ટેશન પાસેથી હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવીઝન પોલીસ હવાલે કર્યો હતો.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની પાસેથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે બમ્પ આવતા સ્ટેરીંગ ઉપર કાબુ ન રહેતા બાઈક ડિવાઇડર સાથે ટકરાયુ હતુ.આ બનાવમાં દિવ્યરાજ પ્રવીણભાઈ રાઠોડ (૨૪) રહે.ધનાળા વાળાને ડાબા પગના ભાગે ઇજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો જેથી બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.




Latest News