ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ રોડે બાળકને હડફેટે લઈને મોત નીપજાવનાર બાઈક ચાલકની શોધખોળ ચાલુ


SHARE











મોરબીના ઘુંટુ રોડે બાળકને હડફેટે લઈને મોત નીપજાવનાર બાઈક ચાલકની શોધખોળ ચાલુ

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સીરામીક કારખાનેની સામેના ભાગમાં આવેલ સીરામીક કારખાના તરફ જવાના રસ્તા ઉપર શાકભાજીના થડા પાસે બાળકને બાઇક ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત બાળકને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજયુ હતુ  જેથી કરીને હાલમાં આ બનાવમાં મૃતક બાળકના પિતાએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સોફાઇ ગોડાઉનની ઓરડીમાં રહેતા કરસનભાઈ કાળુભાઈ ડફેર જાતે ડફેર (ઉમર ૪૦) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે ૩૬ એજી ૦૭૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાનાની સામેના ભાગમાં મેગા સીરામીક તરફ જવાના રસ્તા ઉપર શાકભાજીના થડા પાસે તેઓના દીકરા મનીષ (ઉમર ૯) ને બાઇક ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને મનીષને માથાના પાછળના ભાગમાં ઇજા થઇ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકના પિતાએ બાઈક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ કેનાલ પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઈજા પામેલા જીલુબેન મુન્નાભાઈ ખોરાણી રહે.લખનપર તાલુકો ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાઓને ઇજાઓ થતા મોરબી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને વધુ તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપરથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેના બાઇક સાથે કૂતરું અથડાતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.આ અકસ્માત બનાવમાં પ્રકાશભાઇ અમરશીભાઈ ગાંગાણી (ઉમર ૪૫) રહે. ભક્તિનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જેથી બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ સ્ટાફના વી.કે.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.




Latest News