ટંકારાના જબલપુર ગામે માતાએ પોતાના કામ જાતે કરવા ઠપકો આપતા સગીરાએ કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા બાબતે થયેલ મારામારીમાં વળતી ફરિયાદ થઇ


SHARE











વાંકાનેરના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા બાબતે થયેલ મારામારીમાં વળતી ફરિયાદ થઇ

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં ઢોર ચડાવવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને હાલમાં વળતી ફરિયાદ નોંધાય છે જેમાં યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મૂજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા ચોથાભાઈ બેચરભાઈ સાપરા જાતે કોળી (૪૦) નામના યુવાને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરમણભાઇ ખીમાભાઈ ભરવાડ, દાનાભાઈ ખીમાભાઈ ભરવાડ, રામાભાઇ સિંધાભાઈ ભરવાડ અને વેલાભાઈ ગોકળભાઈ ભરવાડ રહે બધા ગુંદાખડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા સાહેદના ચારવા રાખેલ ખેતર પાસે આરોપી પોતાના માલઢોર લઈને આવતા આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ તેને ગાળો આપી હતી અને દાનાભાઈ ખીમાભાઈએ ફરિયાદીના ભાઈ સાહેદ પોપટભાઈ કરમશીભાઈને લાકડી વડે માર માર્યો હતો.તેમજ બીજા આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મારામારીના આ બનાવમાં વળતો ગુનો નોંધીને ચાર શખ્સોને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

બાઈક સવાર યુવાન સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી સામતાણીની વાડી વિસ્તારમાં રહેતો રમેશ રતિલાલ પરમાર નામનો ૩૬ વર્ષનો યુવાન બાઇક લઈને બાપા સીતારામ ગોડાઉન તરફ જતો હતો તે સમયે રવાપર રોડ ઉપર તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં તેને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસ સ્ટેશન ખાતે જાણ થવાથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાઈ હતી.




Latest News