હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી એમએની પરીક્ષા દેવા માટે જતી બે બહેનપણીના બાઈકને ડમ્પરે હડફેટે લેતા એકનું મોત: એક સારવારમાં


SHARE













વધુ એક ફેટલમાં મોરબી એમએની પરીક્ષા દેવા માટે જતી બે બહેનપણીના બાઈકને ડમ્પરે હડફેટે લેતા એકનું મોત: એક સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર અને ગોર ખીજડીયા ગામે રહેતી બે બહેનપણીઓ મોરબી ખાતે શનાળા રોડ ઉપર આવેલ કોલેજમાં પરીક્ષા આપવા માટે જઈ રહી હતી ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે તેઓના પ્લેટીના બાઈકને ડમ્પર ચાલકે લીધું હતું જેથી કરીને બાઇક લઈને જઈ રહેલ બને યુવતીઓ રસ્તા ઉપર નીચે પટકાઈ હતી ત્યારે એક યુવતીના માથા તથા કમરના ભાગ ઉપર ગંભીર ઈજા થવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું જો કે ઈજા પામેલ યુવકીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં તેને ડમ્પર ચાલાક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જેપુર ગામે રહેતી અને એમએ નો અભ્યાસ કરતી બંસીબેન જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઇ ધમાસણા જાતે પટેલ (૨૧) નામની યુવતીએ ડમ્પર નંબર જીજે વીઝેડ ૮૪૪૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તને જણાવ્યું છે કે ફરિયાદી અને તેની બહેનપણી જસ્મિતાબેન ભરતભાઈ કંજારિય (૨૧) રહે ગોર ખીજડીયા વાળા પોતાના ઘરેથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કોલેજ ખાતે એમ.એ.ની પરીક્ષા આપવા માટે થઈને જઇ રહ્યા હતા ત્યારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ડમ્પર ચાલકે તેઓના પ્લેટીના બાઈક નંબર જીજે ૩૬ એબી ૭૯૦૧ ને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતનઆ આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલ બંને યુવતીઓ રસ્તા ઉપર નીચે પટકાઈ હતી ત્યારે ફરિયાદી યુવતીને જમણા હાથ અને પગમાં ઈજા થઈ હતી અને પાછળ બેઠેલ જસ્મિતાબેનને માથા તથા કમરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતું જેથી ઈજા પામેલી યુવતીએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News