હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: છ જુગારી ઝડપાયા


SHARE













મોરબી-વાંકાનેરમાં જુગારની ત્રણ રેડ: છ જુગારી ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલિસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ઇન્દિરાનગર વિસ્તાર અને માળીયા હાઇવે ઉપર શક્તિ સોસાયટી પાસે ગેરેજ નજીક જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તે રેડમાં કુલ મળીને પાંચ જુગારીઓ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા હાજીભાઈ ઉમરભાઈ જામ જાતે મિયાણા મુસ્લિમ (૪૩) રહે. ઇન્દિરાનગર મોરબી અને સાકીરઅલી રમજાનઅલી શેખ જાતે મુસ્લિમ (૫૪) રહે કાંતિનગર મસ્જિદ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી પોલીસે ૨૦૨૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

જ્યારે જુગારની બીજી રેડ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક પાસે શક્તિ સોસાયટી નજીક આવેલ ગેરેજ પાસે કરવામાં આવી હતી ત્યારે સાઉદીનભાઈ ઓસમાણભાઈ કટિયા જાતે મિયાણા મુસ્લિમ (૪૮) રહે લાતી પ્લોટ મોરબી, જુસબભાઇ મામદભાઇ મોવર જાતે મિયાણા મુસ્લિમ (૫૩) રહે શક્તિનગર સોસાયટી કાવેરી સીરામીક પાછળ મોરબી અને ગુલામહુસેન અભરામભાઈ મોવર જાતે મિયાણા મુસ્લિમ (૪૯) રહે શક્તિનગર સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૪૪૨૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી॰

તો વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવા અંગેની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે ૪૬૦ ની રોકડ કબજે કરી કરણભાઈ સનસુગમભાઈ નાયકર જાતે મદ્રાસી (૪૮) રહે દેલવાડિયાના દવાખાના પાછળ જૂની પોટરી લાઈન વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી.






Latest News